ટંકારા : પોલીસ ઉપર હુમલો કરનાર વધુ છ શખ્સો ઝડપાયા

- text


ટંકારા : ટંકારાના જોધપર ઝાલા ગામે દારૂની રેડ કરવા ગયેલી પોલીસ પાર્ટી પર બુટલેગર જૂથે હુમલો કર્યાના હીંચકારી બનાવમાં ગઈકાલે બે શખ્સોને ઝડપી લીધા બાદ આજે ટંકારા પોલીસે આ હુમલાના બનાવના અન્ય છ આરોપીઓને ઝડપીને કાયદાનું ભાન કરાવ્યું હતું. તેમજ આ છ આરોપીઓને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.

- text

ટંકારાના જોધપર ઝાલા ગામે દારૂ સંતાડેલો હોવાની ચોક્કસ બાતમીના આધારે બે દિવસ પહેલા રાત્રીના સમયે ટંકારા પોલીસ મથકના ડી સ્ટાફ ત્યાં દારૂની રેડ કરવા પહોંચી હતી.તે દરમ્યાન બુટલેગર જૂથે પોલીસ પાર્ટી પર હુમલો કર્યો હતો.જેમાં 4 પોલીસ કર્મી સહિત છને ઇજાઓ થઈ હતી.આ બનાવ બાદ પોલીસે હુમલો કરનાર જયપાલસિંહ પ્રવિણસિંહ ઝાલા, પ્રદીપસિંહ પ્રવિણસિંહ ઝાલા, કુલદીપસિંહ પ્રવિણસિંહ ઝાલા, શક્તિસિંહ હરદેવસિંહ ઝાલા, જસમત સોઢાભાઈ કોળી, અમૃત ઉર્ફે અમરુ જીવણ કોળી, જયપાસિંહના માતા તથા ચાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી હતી. જીવણ કોળીના ઘેર રાખેલ દારૂના જથ્થાની તપાસ દરમિયાન જયપાલસિંહ અને પ્રદીપસિંહની આગેવાનીમાં જેમાં લાકડી, ધોકા, પાઇપ અને પથ્થરોથી આ હુમલો કરાયો હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.ગઈકાલે પોલીસે આ હુમલાના બનાવમાં બે આરોપીઓ જયપાલસિંહ પ્રવિણસિંહ ઝાલા અને પ્રદીપસિંહ પ્રવિણસિંહ ઝાલાને ઝડપી લીધા હતા.દરમ્યાન આજે ટંકારા પોલીસે હુમલાના બનાવમાં વધુ છ આરોપી અમૃત ઉફે અમરૂ જીવણભાઈ કોળી,જસમતભાઈ સોઢા,પરાક્રમસિંહ મહિપાલસિંહ ઝાલા,ભવાનભાઈ અમૃતભાઈ કોળી,મહાવીરસિંહ રણજીતસિંહ અને કુલદીપસિંહ દેવુભા જાડેજાને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text