શ્રાવણ માસ નજીક આવતા જ જુગારની મોસમ ખુલી : રૂપિયા 88250ના મુદ્દામાલ સાથે 6 જુગારીઓ ઝડપાયા

- text


વાંકાનેર : શ્રાવણ માસ નજીક આવતા જ જાણે જુગારની મોસમ ખુલી હોય એમ જિલ્લામાં જાહેરમાં જુગાર રમતા પત્તાપ્રેમીઓ જોવા મળી રહ્યા છે. ત્યારે વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામની સીમમાં આવેલી ખરાબાની જગ્યામાં જાહેરમાં જુગાર રમતા છ ઈસમો ઝડપાયા છે.

- text

વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામની સીમમાં આવેલ જયેશભાઇ જાદુભઈ સરાવાડીયાની વાડીની બાજુમાં આવેલ ખરાબાની જગ્યામાં બાવળના ઝાડ હેઠળ દવા છાંટવાના ઇલેક્ટ્રિક ચાર્જિંગ બેટરીવાળા પમ્પમાં એલ.ઈ.ડી. લાઈટ ફિટ કરી જાહેરમાં જુગાર રમતા પ્રવીણ રણછોડભાઈ વિંજવાડીયા (ઉં.વ.25), અનિલ રણછોડભાઈ રાતોજા (ઉં.વ.19), ભુપત તળશીભાઈ રાતોંજા (ઉં.વ.38), વિજય પરબતભાઇ સરાવાડીયા (ઉં.વ.21), દશરથ તેજાભાઈ વિંજવાડિયા (ઉં.વ.27) અને વિજય રમેશભાઈ સરાવાડીયા (ઉં.વ.22) રહે. બધા ગામ ભીમગૂડા, ધંધો બધા ખેતી વાળાઓને રોકડ રૂ.35230 તથા મોબાઈલ નંગ 6 કિંમત 15500, 4 મોટરસાયકલ કિંમત રૂ. 37000, એલ.ઈ.ડી.લાઈટ કિંમત રૂ.10, ઇલેક્ટ્રિક દવા છાંટવાનો બેટરી વાળો પંપ કિંમત રૂ. 500, સહિત મળી કુલ 88250 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પો.સબ.ઇન્સ બી.ડી.પરમાર, પો.હેડ.કોન્સ સુરેશભાઈ ચાવડા, પો.હેડ.કોન્સ ચમનભાઈ ચાવડા, પો.કોન્સ અશ્વિનકુમાર ઝાપડિયા, મુકેશભાઈ વસાણી, જયપાલસિંહ ઝાલા સહિતના રોકાયા હતા.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text