માલણીયાદ ગામે ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો : ચાર ઝડપાયા

જોકે પોલીસને જોઈ સાત જુગારીઓ એ મુઠ્ઠીઓ વાળી પાટ્ટીભરી ગ્યાં ..!

હળવદ : હળવદ તાલુકાના માલણિયાદ ગામની સીમ વિસ્તારમાં જુગારધામ ચાલતો હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો પોલીસ દ્વારા જુગાર રમી રહેલા ૧૧ માંથી ૪ ને રૂપિયા ૩૨૪૦૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા જો કે ૭ જુગારીઓ પોલીસને જોઈ પાટી ભરી ગયા હતા જેથી પોલીસ દ્વારા તેઓની શોધખોળ હાથ ધરાઇ છે.

બનાવની હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ તાલુકાના માલણીયાદ ગામની સીમ વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પીઆઈ એમ.આર સોલંકી ના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.જી પનારા,મુમાભાઈ કલોત્રા, યોગેશદાન ગઢવી સહિતનાઓ એ માલણીયાદની સીમ વિસ્તારમાં જુગાર રમી રહેલા શખ્સો પર દરોડો પાડતા કૃષ્ણસિંહ ઝાલા, બીપીનભાઈ પરમાર,પ્રવીણભાઈ ચાવડા, અને અજીતભાઈ રાઠોડને ઝડપી પાડ્યા હતા જ્યારે કુંવરજીભાઈ ભરવાડ,ભરતભાઈ સીતાપરા,અરવિંદભાઈ પટેલ, જીવાભાઇ કોળી,જયપાલ ભાઈ રાઠોડ,ભોળાભાઈ કોળી, કાનજીભાઈ જીવાભાઈ રહે બધા જુનામાલણીયાદ વાળાઓ પોલીસને જોઈ મુઠ્ઠીઓ વાળી નાસી છૂટ્યા હતા જેથી પોલીસ દ્વારા જુગારના પટમાંથી ૩૨૪૦૦ ની રોકડ રકમ સાથે ઝડપાયેલા ચાર શખ્સો મળી કુલ ૧૧ આરોપીઓ સામે પોલીસ મથકે ગુનો નોંધી ભાગી જવામાં સફળ બનેલા આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરાઇ છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne