મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની વરણી

- text


મોરબી : મોરબી શહેર પ્રાથમિક શિક્ષણ સંઘના હોદ્દેદારોની વરણી આજરોજ તારીખ 19ને શુક્રવારે યોજાઈ હતી. જેમાં શહેર ઘટક સંઘના 15 સભ્યોની બિનહરીફ વરણી થઇ હતી.

- text

મોરબી શહેરની સરકારી પ્રાથમીક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો માટે શહેર પ્રાથમિક શિક્ષક સંઘ અસ્તિત્વમાં છે, જે શિક્ષકોને પડતી વહીવટી મુશ્કેલીઓને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને અધિકારીઓ સમક્ષ મૂકી હલ કરવાના પ્રયત્નો કરે છે. તાજેતરમાં શહેર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ વય મર્યાદાના કારણે નિવૃત થતા હોદ્દેદારોમાં ફેરફાર થયેલ હોય મોરબી શહેરના ઘટક સંઘના પ્રમુખ તરીકે ભુતપુર્વ સી.આર.સી. કો-ઓર્ડીનેટર રફાળેશ્વર અને હાલ ગિડચ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ધીરજલાલ જાકાસણીયાની, ઉપપ્રમુખ તરીકે આહીર સમાજના અગ્રણી અને હાલ કલ્યાણગ્રામ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા રાજેશભાઈ મંઢની અને મહામંત્રી તરીકે યન્ગ ઇન્ડિયા ગૃપના સક્રિય સભ્ય અને ઇન્દીરાનગર પ્રાથમિક શાળાના શિક્ષક રોહિત આદ્રોજાની શહેર ઘટક સંઘના પંદર સભ્યો દ્વારા બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text