મોરબી જિલ્લાના બાળ સંભાળ ગૃહોના 79 બાળકોને મા અમૃતમ કાર્ડ અપાયા

- text


મોરબી : મોરબી જિલ્લાના બાળ સુરક્ષા અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે જુવેનાઈલ જસ્ટીસ એક્ટ-2015 હેઠળ નોંધણી થયેલ સંસ્થામાં કાળજી અને જરૂરિયાતવાળા આશ્રય લઈ રહેલા મોરબી જિલ્લાના 79 બાળકોના “મા અમૃતમ કાર્ડ” કઢાવવામાં આવ્યા છે.મોરબી જિલ્લામાં આવેલ જુવેનાઈલ જસ્ટીસ એક્ટ-2015 અંતર્ગત રજીસ્ટ્રેશન થયેલ જિલ્લાની ત્રણ સંસ્થાઓમાં આશ્રય લઈ રહેલ કાળજી અને રક્ષણની જરૂરિયાતવાળા બાળકોને વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે બાળ સુરક્ષા એકમ, મોરબી દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી – મોરબી તેમજ બાળ સંભાળ ગૃહોના અધિક્ષક/મેનેજર સાથે સંકલન કરીને આ સંસ્થાઓમાં આશ્રય લઈ રહેલા બાળકોના જરૂરી આધાર પુરાવા એકત્ર કરી જિલ્લા પંચાયત – મોરબી દ્વારા તા.1 લી જુલાઈ, તા. 13મી જુલાઈ અને તા. 14મી જુલાઈના રોજ અધિકારી દ્વારા ટીમ બનાવી જુદી-જુદી સંસ્થાઓમાં જઈને “મા અમૃતમ કાર્ડ” માટેના કેમ્પ કરીને આ સંસ્થાના 79 બાળકોના કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા રંજનબેન મકવાણાએ સંકલન કરી આ કામગીરીને સફળ બનાવી હતી.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text