મોરબીના રાજપર રોડ ઉપર કેમિકલ ફેકટરીમાં આગ

- text


ફાયર બ્રિગેડની બે ગાડીઓએ દોઢ કલાક પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો

મોરબી : મોરબીના રાજપર રોડ ઉપર આવેલ એક કેમિકલની ફેકટરીમાં કોઈ કારણોસર આગ લાગી હતી. જો કે બનાવના પગલે ફાયર વિભાગે બે ગાડીઓ મારફતે પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લઈ લીધી હતી.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના રાજપર રોડ ઉપર આવેલ ઇસ્ટર્ન નામની કેમિકલ ફેકટરીમાં આજે રાત્રે 8:30 વાગ્યાના અરસામાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આ મામલે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની બે ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. સતત દોઢ કલાકથી વધુ સમય પાણીનો મારો ચલાવ્યા બાદ 10 વાગ્યાના અરસામાં આગ ઉપર કાબુ મેળવવામાં ફાયર વિભાગને સફળતા મળી હતી. જો કે સદનશીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. ઉપરાંત આગ લાગવાનું કારણ હજુ બહાર આવ્યું નથી.

- text

આગ બુઝાવવાની કામગીરીમાં ફાયર વિભાગના ડી.ડી. જાડેજા, જયપાલસિંહ જાડેજા, રવિ ચાવડા, ઉતપલ બારોટ, પીન્ટુ નગવાડિયા, સલીમ નોબે અને દિનેશ પંડ્યા જોડાયા હતા.

- text