હળવદ : મહિલા સરપંચનો પતિ રાશન દુકાનદારને પૈસા માટે ધમકાવતો હોવાની ફરિયાદ

- text


હળવદના અજિતગઢના ‘રજલા’ની ઓડીઓ કલીપ વાયરલ

જ્યારે સામા પક્ષે રજલાયે પણ દુકાનદાર વિરુદ્ધ હળવદ મામલતદારમાં અનાજ ઓછું દેતો હોવાની કરી રજૂઆત

હળવદ : આમ તો ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગે મહિલા સરપંચ હોવા છતાં પણ પંચાયતનો વહીવટ પતિદેવ કરતા હોય છે ત્યારે આવો જ એક બનાવ હળવદ તાલુકાના અજીતગઢ ગામે પ્રકાશમાં આવ્યો છે. અહીં સસ્તા અનાજની દુકાન ધરાવતા દુકાનદાર પાસે મહિલા સરપંચનો પતિ ખંડણી માંગતો હોવાની તેમજ પરિવાર પાસે બિભત્સ માંગણી કરતો હોવાની લેખિતમાં હળવદ પોલીસ મથકે દુકાનદાર દ્વારા રજૂઆત કરાતા ચકચાર મચી જવા પામી છે. તો સામા પક્ષે મહિલા સરપંચના પતિએ પણ સસ્તા અનાજના દુકાનદાર વિરૂધ મામલતદારને રજૂઆત કરી અનાજ ઓછું આપતો હોવાનો આક્ષેપ કર્યો છે. નાની સિંચાઇ કૌભાંડ સમયે ‘મજા મજા કરો ને’ના સુત્રથી ચર્ચામાં આવેલા અજીતગઢના મહિલા સરપંચના પતિનો ખંડણી માંગતો ઓડિયો વાયરલ થતાં ચકચાર જાગી છે.
તાલુકાના અજીતગઢ ગામે સસ્તા અનાજની દુકાન ધરાવતા ભરતભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, અજીતગઢ ગામના મહિલા સરપંચના પતિ રજનીકાંત ઉર્ફે રજલો પટેલ અમોને અવારનવાર ફોન કરી ધમકી આપી અપશબ્દો બોલી માનસિક ત્રાસ આપી રહ્યો છે તેમજ અમો ગામમાં સસ્તા અનાજની દુકાન ધરાવતા હોય જેથી અવાર-નવાર ધમકાવી રૂપિયા લઈ જાય છે તેમજ હવે દર મહિને રૂપિયા ૧૫૦૦૦ આપવાનું કહી રહ્યો છે અને જો દુકાનના પૈસા નહિ આપો તો તમારી દુકાનનું લાયસન્સ રદ કરાવવાની ધમકી આપી હોવાનું લેખિત રજુઆતમાં જણાવાયું છે.

- text

મહિલા સરપંચના પતિ સત્તાનો ગેરઉપયોગ કરી ગામ જ લોકોને ત્રાસ આપી રહ્યા હોવાનું બહાર આવતા પંથકમાં ચર્ચા ચકડોળે ચડી છે. તો બીજી તરફ અજીતગઢ ગામના મહિલા સરપંચના પતિ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

૧.૫૦લાખ લઈ ગયો છતાં હજુ પૈસા ની માંગ કરે છે : ભરત ઠક્કર

છેલ્લા એક થી દોઢ વર્ષમાં રજલો અવારનવાર મારી પાસેથી રૂપિયા લઈ ગયો છે જે ૧.૫૦લાખ થાય છે તેમજ અમારી સસ્તા અનાજની દુકાન ખાતેથી ૬૦લીટર કેરોસીન પણ ડાટી મારીને લઈ ગયેલ છે જો તેના રૂપિયા માંગીએ તો ધમકી આપી છે કે હુ જ ગામનો સરપંચ છુ પૈસા માંગતો નહીં નહિતર તારી દુકાન બંધ કરાવી દઈશ તેમજ ત્રણ દિવસ પહેલાં મને ફોન કરી ૫૦હજાર ની માંગકરી અને જો હવે દુકાન ચલાવવી હોયતો મહિને ૧૫ હજાર આપવા પડશે આટલે થી ના અટકેલા રજલાએ મારી માટે કોઈ છોકરીની વ્યવસ્થા કરી દે તેવી અનેક ગંદી માંગણીઓ કરેલ.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text