વાંકાનેરમાં મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો

- text


વાંકાનેર તથા મોરબીની ઔદ્યોગિક તાલીમ સંસ્થા અને રોજગાર કચેરી દ્વારા આજે એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન ગાયત્રી મંદિર વાંકાનેર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લાના કુલ ૩૫ ઉદ્યોગિક એકમમાં 250 જગ્યાઓ ભરવા માટે 35 નોકરીદાતાઓ અને 510 ઉમેદવારો હાજર રહેલ. હાજર ઉમેદવારો પૈકી કુલ 207 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવેલ.

આ ભરતી મેળામાં એસ.એમ. ખટાણા જિલ્લા વિકાસ અધિકારી, આર.જે. કૈલા આચાર્ય આઈટીઆઈ મોરબી, એન.એફ. વસાવા પ્રાંત અધિકારી વાંકાનેર, ગીરીશભાઈ સરૈયા ચીફ ઓફિસર નગરપાલિકા, બી.એમ. સોલંકી જિલ્લા શિક્ષણ અધિકારી, બી.ડી. જોબનપુત્રા જિલ્લા રોજગાર અધિકારી, સી.બી. કંડીયા આચાર્ય આઈટીઆઈ વાંકાનેર, પી.એમ. પટેલ આસિસ્ટન્ટ એપ્રેન્ટિસ એડવાઈઝર વાંકાનેર, પ્રજ્ઞેશભાઈ પટેલ પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ, ઘનશ્યામભાઈ ઢોલરીયા, વાંકાનેરના પૂર્વ નગરપાલિકા પ્રમુખ જીતુભાઈ સોમાણી તેમજ ઉદ્યોગગ્રૃહના પ્રતિનિધિઓ હાજર રહેલ.

- text

ભરતી મેળાના કાર્યક્રમમાં હાજર રહેલ અધિકારીઓ, ઉદ્યોગના પ્રતિનિધિઓ તેમજ ઉમેદવારો માટે ભોજન વ્યવસ્થા વાંકાનેરના પૂર્વ નગરપતિ જીતુભાઈ સોમાણી અને ગાયત્રી મંદિરના અશ્વિનભાઈ રાવલ તરફથી રાખવામાં આવેલ.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text