જુનાગઢની મહાપાલિકાની ચુટણીમા હળવદના હેમાંગભાઈ રાવલને મહત્વની જવાબદારી સોપાઈ

હળવદ: જુનાગઢ મહાનગર પાલિકાની ચુટણી નો પ્રચાર અંતિમ પડાવમાં પહોંચ્યો છે, ત્યારે બંને પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તેવા સમયે હળવદના મોરબી જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ હેમાંગભાઈ રાવલને પ્રદેશ કોંગ્રેસ દ્વારા પ્રચારની મહત્વની જવાબદારી સોંપવામાં આવતા પ્રચારમાં જોડાયા છે. મોરબી જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ તેમજ રાજકોટ યુવા કોંગ્રેસના પ્રભારી હેમાંગભાઈ રાવલને પ્રદેશ કોંગ્રેસ દ્વારા અનેકવાર મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. અત્યારે હાલ જૂનાગઢમાં યોજાઇ રહેલ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રચારની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. અત્યારે હાલ હેમાંગ ભાઈ રાવલ દ્વારા સ્થાનિક કોંગ્રેસના આગેવાનો સાથે જૂનાગઢ શહેરમાં ડોર ટુ ડોર પ્રચારમાં જોડાયા છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne