ટંકારા : ઓટાળા પ્રાથમિક શાળામાં ગુરુપૂર્ણિમાની વિશિષ્ટ ઉજવણી

- text


બાળકોએ શિક્ષકો સાથે વૃક્ષારોપણ કર્યું

ટંકારા : ટંકારાના ઓટાળા ગામની પ્રાથમિક શાળામાં ગુરુપૂર્ણિમાની વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી હતી. બાળકોએ શિક્ષકો અને શાળાના આચાર્ય સાથે વૃક્ષારોપણ કરીને ગુરુપૂર્ણિમા ઉજવી હતી. ટંકારાના ઓટાળા ગામમાં પ્રાથમિક શાળામાં ગુરુપૂર્ણિમા નિમિતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના દરેક વિદ્યાર્થીએ શાળાના પ્રિન્સિપાલ શીતલબેન સોઢા અને શિક્ષકો ગોસરા, બાબુભાઇ દેસાઈ, નયનાબેન ગોસરા, કુસુમબેન ભાડજા સાથે ભાગ લીધો હતો. આ ઉજવણીમાં વિદ્યાર્થી એકતા સંગઠનના બેચર ઘોડાસરાએ ખાસ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓ સાથે વૃક્ષારોપણ કર્યું હતું. આ વૃક્ષારોપણમાં ગામના ઘણા પર્યાવરણપ્રેમીઓ પણ જોડાયા હતા અને પર્યાવરણને સ્વસ્થ અને હરિયાળું રાખવાનો સંકલ્પ કર્યો હતો.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text