હળવદ : મેરુપર ગામે ટવેરા કારમાંથી 192 બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

કાર અને દારૂ સહિત 2.96 લાખનો મુદામાલ ઝડપી પાડતી હળવદ પોલીસ

હળવદ : તાલુકાના મેરુપર ગામેથી ગોલાસણ ગામ તરફ જી રહેલી ટવેરા કારને શંકાના આધારે રોકી તપાસ કરતા કારમાંથી 192 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. આથી કાર સવાર શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે હળવદ પોલીસને બાતમી મળી હતી કે મેરૂપર ગામેથી ગોલાસણ ગામ તરફ જવાના રસ્તે દારૂની હેરાફેરી થવા જઈ રહી છે. આથી પોલીસે આ રોડ પર વોચ ગોઠવતા ટવેરા કાર નંબર g j 12 ae 9697 નીકળતા તેને રોકીને તલાશી લેતા કારમાંથી 192 બોટલ દેશી બનાવટનો ઇંલીશ દારૂ મળી આવ્યો હતો. આથી 96500ની કિંમતનો દારૂ તેમજ 2 લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને 2,96,500નો મુદ્દામાલ ઝપ્ત કરી કાર ચાલાક છગનભાઇ ઉર્ફે મહેશ બચુભાઈ સીપરા રહે. રાણેકપર ગામ વાળની ધરપકડ કરી ઝડપાયેલો દારૂ ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો હતો અને કોને ડીલેવરી કરવા જઈ રહ્યો હતો એ જાણવાની તજવીદ હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne