મોરબીના રંગપર નજીક ક્લિનિક ચલાવતો બોગસ ડોકટર ઝડપાયો

 

મોરબી : મોરબી એસઓજી ટીમે રંગપર ગામ નજીક કોઈ પણ જાતની ડીગ્રી વગર ક્લિનિક ચલાવી જન આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડૉક્ટરને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના રંગપર ગામ નજીક જેતપર રોડ ઉપર સિયારામ કારખાના પાસે કોઈ પણ જાતની ડીગ્રી વગર કાલિદાસ વલ્લભભાઈ મારવાણીયા ઉ.વ. 52 રહે.હાલ ઉમા ટાઉનશીપ, રોયલ એપાર્ટમેન્ટવાળો ભક્તિ ક્લિનિલ ચલાવતો હોય તેને એસઓજીની ટીમે પકડી પાડી દવા તેમજ સાધનો મળીને કુલ રૂ. 5649નો મુદ્દામાલ જપ્ત કરી તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.