મોરબીના પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્રના દિવ્યાંગોને કે.કે. ટ્રાવેલ્સે એક દિવસિય પ્રવાસ કરાવ્યો

- text


પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનોએ જૂનાગઢમાં ઉપરકોટ, દામોકુંડ તેમજ ખોડલધામ સહિતના સ્થળોની મુલાકાત લીધી

મોરબી : મોરબીમાં કે.કે.ટ્રાવેલ્સ તરફથી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રના મિત્ર ભાઈ-બહેનોને જૂનાગઢનો એક દિવસીય સુંદર પ્રવાસ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રદીપભાઈ તરફથી નેત્રહીન ભાઈ-બહેનોને કોઈ અગવડતા ન પડે તેની પૂરતી કાળજી લેવામાં આવી હતી. આ પ્રવાસ એસી બસમાં કરવાયો હતો. સાથે નાસતા અને જમવાની પણ શ્રેષ્ઠ વ્યવસ્થા કરાઈ હતી. જૂનાગઢમાં રીક્ષાઓ દ્વારા અંધ ભાઈ-બહેનોના ગ્રુપ પાડી ઉપરકોટની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા. સંસ્થાના સ્ટાફ દ્વારા મિત્ર ભાઈઓને એક એક જગ્યા વિશે અવગત કરવામાં આવતા હતા. તેની સાથે સાથે જુનાગઢનો ઈતિહાસ અને ભાઈ-બહેનોને બતાવવામાં આવતો હતો. ત્યારબાદ આ પ્રવાસ દામોકુંડ તરફ આગળ વધ્યો હતો દામોકુંડમાં અંધ ભાઈ-બહેનોએ હાથ-પગ જબુડી આનંદની અનુભૂતિ કરી હતી. જીત ભાઈ પુરોહિત દ્વારા નરસિંહ મહેતાના ઇતિહાસ વિશે જણાવાયુ હતું. ત્યારબાદ ભવનાથ મહાદેવના દર્શન કરવામા આવ્યા હતા.

- text

આ પ્રવાસ દરમિયાન ખોડલધામની પણ મુલાકાત લેવામાં આવી હતી. જેમાં માં ખોડલના દર્શન કરી નેત્રહીન ભાઈ-બહેનોએ ધન્યતા અનુભવી હતી. પ્રદીપભાઈ જેવા લોકો સમાજની અંદર એક નવી દિશા ચીંધનાર છે. તેમ જણાવી હાતિમ એસ. રંગવાલા દ્વારા પ્રદીપભાઈનો આભાર માનવામાં આવ્યો હતો.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text