હળવદ : ગેરકાયદે 40 ટન રેતી ભરેલા ત્રણ ડમ્પરો ઝડપાયા

- text


મયુરનગર પાસેની બ્રાહ્મણી નદી માંથી રેતી ચોરી કરીને આવતા ત્રણ ડમ્પરોને ધનાળા પાસેથી હળવદ પોલીસે ઝડપી લીધા : કુલ રૂ.50 લાખના મુદામાલ સાથે ત્રણ શખ્સોની અટકાયત કરી

હળવદ : હળવદ પોલીસે ગતરાત્રે ખનિજચોરી મામલે કડક કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં પોલીસે મયુરનગર પાસેની બ્રાહ્મણી નદીમાંથી રેતી ચોરી કરીને આવતા 40 ટન રેતી ભરેલા ત્રણ ડમ્પરને ઝડપી લીધા હતા.પોલીસે કુલ રૂ.50 લાખનો મુદામાલ સાથે ત્રણ ડમ્પર ચાલકની અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.હળવદ પોલીસે ખનિજચોરી પર તવાઈ ઉતારતા ખનીજ માફિયાઓમાં ફફડાટ મચી ગયો છે.

- text

આ ખનિજચોરી અંગેની હળવદ પોલીસે પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હળવદ તાલુકાના મયુરનગર ગામ પાસેની બ્રાહ્મણી નદીના પટ્ટમાંથી ગેરકાયદે મોટાપાયે રેતીની ચોરી થતી હોવાની ફરિયાદ વચ્ચે ગતરાત્રે હળવદ પોલિસ મથકના પી.એસ.આઈ એમ.આર.સોલંકીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે ખનિજચોરી અટકાવવા માટે હળવદના ધનાળા ગામ નજીક વોચ ગોઠવી હતી.તે સમયે હળવદના મયુરનગર પાસેની બ્રાહ્મણી નદીમાંથી આશરે 40 ટન રેતી ભરીને પસાર થઈ રહેલા ત્રણ ડમ્પરને અટકાવીને પૂછપરછ કરતા આ રેતી ગેરકાયદે હેરફેર કરતા હોવાનું ખુલ્યું હતું.આથી પોલીસે 40 ટન રેતી ભરેલા ત્રણ ડમ્પર મળીને કુલ રૂ.50 લાખનો મુદામાલ કબ્જે કરીને Gj 35 t 3562 અને Gj 13 s 9317 તથા Gj 35 t 2600 નંબરના ત્રણ ડમ્પર ચાલકો રમુ માનસી રહે મોરબી, રમેશભાઈ રહે હળવદ, મુનાભાઈ રહે હળવદની અટકાયત કરી હતી.તેમજ આ ડમ્પર ચાલકોને ખનીજ ચોરી મામલે ખાણ ખનીજ વિભાગ તરફથી મેમો ફટકાર્યો હતો. હળવદ પોલીસે ખનિજચોરી સામે લાલ આંખ કરતા ખનીજચોરોમાં ફફળાટ મચી ગયો હતો.

- text