મોરબીના ચકચારી જીએસટી ચોરી પ્રકરણમાં ચાર્ટર એકાઉન્ટન્ટને જામીન મળ્યા

- text


મોરબી : સામાન્ય લોકોના આધારકાર્ડ અને પાનકાર્ડનો દુરૂપીયોગ કરી બોગસ પેઢી ઉભી કરી જીએસટી ચોરીનું કૌભાંડ આચરવાના ગુન્હામાં ધરપકડ કરાયેલા આરોપીઓ પૈકી ચાર્ટર એકાઉન્ટન્ટ હાર્દિક કટારીયાનો મોરબી ડિસ્ટ્રીક કોર્ટમાં જમીન પર છુટકારો થયો છે.

આ ચકચારી બનાવમાં બી.ડીવી.પો.સ્ટેમાં ફરિયાદ નોંધાઇ હતી કે જી.એસ.ટીની મોટા પાયે ચોરી કરવાના મલિન ઈરાદા સાથે ઘણા આરોપીએ વ્યવસ્થિત મંડળી રચીને આયોજન પૂર્વક સામાન્ય લોકોના આધારકાર્ડ તેમજ પાનકાર્ડ મેળવ્યા હતા. ત્યાર બાદ આરોપી હાર્દિક પ્રફુલભાઈ કટારીયાએ ઇ.મેઈલ આઈડી બનાવી સાહેદોના સીમકાર્ડ પોતાના મોબાઈલમાં નાખી ઓ.ટી.પી મેળવી કુલ 13 બોગસ પેઢીઓ ઉભી કરી ગુન્હાહિત કાવતરું કરવામાં ભૂમિકા ભજવી હતી. ત્યાર બાદ જી.એસ.ટી. નંબરનો દુરૂપીયોગ કરી 2879 ઇ.વે. બિલ જનરેટ કરી જીએસટી વિભાગને 11,17,06,891 રૂપિયાનો ટેક્સ નહિ ભરીને આર્થિક નુકશાન પહોચાડ્યું હતું.

- text

આ કેસમાં આરોપીએ જામીન મેળવવા અરજી કરી હતી. આરોપી તરફે દલીલ કરવામાં આવી હતી કે આ પ્રકરણમાં આરોપી તરફથી કોઈ ગુન્હો આચરવામાં આવ્યો નથી. આરોપીએ માત્ર એમના સી.એના વ્યવસાય સંબંધી કામગીરી જ કરી હતી. પોલીસે અમારા વિરુદ્ધ ખોટી રીતે અમારી સંડોવણી પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે. અમો ક્યાંય નાસી જઈએ એમ નથી. અમારા દ્વારા સરકારને કોઈ આર્થિક નુકશાન થયું નથી. આમ બન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપીને શરતી જામીન આપ્યા હતા. આ કેસમાં બચાવ પક્ષે એડવોકેટ દિલીપભાઈ આર. અગેચણિયા, જીતેન અગેચણિયા, પૂનમ અગેચણિયા તેમજ જીતેન્દ્ર સોલંકી રોકાયા હતા.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text