મોરબીના રંગપર ગામે સીરામીક કંપનીમાં શ્રમિક યુવાનની હત્યા તેની પત્નીએ જ કર્યાનો ઘટસ્ફોટ

- text


પત્નીએ બીજા લગ્ન કર્યા બાદ પહેલા પતિ સાથે સંબંધ ચાલુ રાખતા બન્ને વચ્ચે ઝ ઘડો થવાથી ઉશ્કેરાયેલી પત્નીએ પતિની હત્યા કરીને ફરાર થઈ ગયાની ફરિયાદ નોંધાઈ

મોરબી : મોરબીના રંગપર ગામ નજીક આવેલ સીરામીક ફેકટરીમાં કામ કરતા એક મજુરની બોથડ પદાર્થના ઘા મારીને હત્યા કરવામાં આવી હોવાનો બનાવ પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઇ હતી. જોકે શ્રમિક યુવાનની તેની પત્નીએ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેમાં પત્નીએ બીજા લગ્ન કર્યા બાદ પણ પહેલા પતિ સાથે સબંધ ચાલુ રાખતા બન્ને વચ્ચે ઝઘડો થવાથી ઉશ્કેરાયેલી પત્નીએ પતિની હત્યા કરીને ફરાર થઈ ગઈ હોવાની મૃતકના ભણેજે ફરિયાદ નોંધાવી છે.

આ હત્યાના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના રંગપર ગામે આવેલ ઇરોટા સીરામીક ફેકટરીમાં રહીને મજુરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની રામસિંહ ઉ.વ.23 નામના મજુર યુવાનનો આજે હત્યા કરાયેલી હાલતમાં તેની ઓરડીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની જાણ થતાં ડી.વાય.એસ.પી.બન્નો જોશી, મોરબી તાલુકા પોલીસના પી.એસ.આઇ એમ.વી.પટેલ.સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી છે.બાદમાં પોલીસે લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડીને આ હત્યાના રહસ્યમય બનાવને ઉકેલવાની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક યુવાનને બોર્થડ પદાર્થના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. હાલ મૃતકની પત્ની લાપતા હોવાથી તેના પર શંકા પ્રબળ બની છે.

- text

દરમ્યાન મૃતક રામસિંહના ભાણેજ જીતેન્દ્ર પપ્પુ વર્મા ઉ.વ.19 રહે મૂળ મધ્યપ્રદેશ હાલ મોરબીના બેલા ગામની સીમ પાસે આવેલ પોલો સેનેટરી વેર્સની મજુર ક્લોનોમાં વાળાએ મૃતક યુવાનની પત્ની કિરણદેવી રામસિંગ સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી કિરણદેવીએ મૃતક રામસિંહ સાથે બીજા લગ્ન કર્યા હતા. પરંતુ તેણીએ પહેલાં પતિને છુટાછેડા આપી દીધા હોવા છતાં તે તેની સાથે અવાર નવાર ફોન પર સર્પકમાં રહેતી હતી. આથી આ બાબતની તેના પતિ રામસિંહને જાણ થતાં બેનને વચ્ચે કજિયા કંકાસ થતા હતા અને આજ કારણોસર આજે પત્ની કિરણદેવીએ પોતાના પતિ રામસિંહની હત્યા કરીને ઓરડીને તાળું મારી ફરાર થઈ ગઈ હતી. મોરબી તાલુકા પોલીસે આ હત્યાના બનાવની ફરિયાદ નોંધીને ફરાર થયેલી પત્નીને ઝડપી લેવા તેમજ તેની સાથે આ હત્યામાં અન્ય કોઈ સડોવાયેલું છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text