વાંકાનેર શહેરમાં ઉભરાતી ગટરો : પ્રજા ત્રાહિમામ

- text


વાંકાનેર : વાંકાનેર શહેરમાં નગરપાલિકા દ્વારા ત્રણ વર્ષથી ચાલતા ભૂગર્ભ ગટરના કામને ગત વર્ષે પૂર્ણ કરવામાં આવ્યું હતું, પરંતુ વાંકાનેરના હાર્દ સમા જીનપરા વિસ્તાર અને અન્ય વિસ્તારોમાં ગટર ઉભરાવી સામાન્ય બાબત બની ગઈ છે. વાંકાનેર નગરપાલિકા દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ભૂગર્ભ ગટરનું કામ ચાલુ કરેલ અને ગત વર્ષે ભૂગર્ભ ગટરનું કામ પરિપૂર્ણ કર્યું હતું, પરંતુ ભૂગર્ભગટર વાંકાનેરમાં એક સ્વપ્ન સમાન હોય તેમ વાંકાનેરની બજારોમાં ગટર સાફ સફાઇના અભાવે ઉભરાતી જોવા મળે છે. અંદરની શેરી ગલીઓમાં તો જવા જેવું નથી. પરંતુ વાંકાનેરના હાર્દ સમા જીનપરા ચોકમાં પણ ઉભરાતી ગટરો રોજિંદીનું થઇ ગયું છે. મેઇન રોડ રસ્તા પર ગટરના પાણી આવી જતાં રાહદારીઓ હેરાન પરેશાન થઇ રહ્યા છે. ભુગર્ભ ગટર મેન્ટેનન્સનું કામ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા આપવામાં આવે છે. જે પોતાની જવાબદારી વ્યવસ્થિત નિભાવતા ન હોય ગટરના પાણી ઉભરાઈ રોડ રસ્તા પર આવી રહ્યા છે. સાથોસાથ જુની ગટરો ની સફાઇ નગરપાલિકા દ્વારા થતી ન હોય ગટર ઉભરાતી હોય એ સામાન્ય બાબત બની ગઈ છે. આ અંગે નગરપાલિકા અને ભૂગર્ભ ગટર કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તે જરૂરી બન્યું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text