કુંતાસીથી મોટા દહીંસરાનો રોડ અંત્યત ખખડધજ

- text


ધારાસભ્યની રજુઆતને પણ તંત્ર ગાંઠતું નથી

મોરબી : માળીયા તાલુકાના કુંતાસી ગામથી મોટા દહીંસરા ગામને જોડતો માર્ગ લાંબા સમયથી ખખડધજ હાલતમાં છે.આ રોડ મામલેની ધારાસભ્યની રજુઆત પણ તંત્ર ગાંઠતું નથી.રોડ ખરાબ હાલતમાં હોવાથી વાહન ચાલકો પર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે.આથી તંત્ર વહેલી તકે રોડની યોગ્ય મરમત કરાવે તેવી માંગ ઉઠી છે. માળીયા તાલુકાના કુંતાસી ગામથી મોટા દહીંસરા ગામને જોડતો માર્ગ લાંબા સમયથી બિસમાર હાલતમાં છે.રોડની એટલી હદે ખરાબ હાલત થઈ ગઇ છે કે, રોડ પર જ્યાં જુઓ ત્યાં મસમોટા ગાબડા પડી ગયાં છે.આખો રોડ ખાડાનો અખાડો બની ગયો છે.રોડમાં ઠેરઠેર ખાડા અને પથ્થરો હોવાથી વાહન ચાલકો પર અકસ્માતનું જોખમ વધી જાય છે.

- text

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ખુદ ધારાસભ્યએ આ રોડ મામલે અનેકવાર રજુઆત કરી છે. પણ તંત્રએ તેમની રજુઆત કાને ધરી નથી. હાલ ચોમસાનો સમય ચાલી રહ્યો હોવાથી આ ખરાબ રોડને કારણે મોટો અકસ્માત થવાની ભીતિ રહેતી હોવાથી ગ્રામજનોએ વહેલી તકે કુંતાસીથી મોટા દહીંસરા ગામને જોડતા માર્ગની યોગ્ય મરમત કરવાની તંત્ર સમક્ષ માંગ કરી છે. ચૂંટણી સમયે બંને પક્ષના નેતાઓએ આ રોડ બનાવી દેવાના વચનો આપ્યા હતા. પણ રાબેતામુજબ આ ચૂંટણી વચનો ઠાલા સાબિત થયા છે. અને લોકો હજુ ખરાબ રસ્તાને કારણે હાલાકી ભોગવી રહ્યા છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text