મોરબી : 19મીએ દ્વિઅંકી નાટક ગામડાની ગોરીની પ્રસ્તુતિ

મોરબી : મોરબીના નગરપાલિકા ટાઉન હોલ ખાતે તારીખ 19ને શુક્રવારે રાત્રે 9:00 કલાકે શક્તિ કલા કેન્દ્રનું ગમ્મ્ત સાથે જ્ઞાન આપતું જૂની રંગભૂમિનું દ્વિઅંકી નાટક ‘ગામડાની ગોરી’નું મંચન કરવામાં આવશે. જેમાં ઘણા નામી-અનામી કલાકારો પોતાની કલાના ઓજસ પાથરશે.

મોરબી ખાતે આગામી તારીખ 19ના રોજ જૂની રંગભૂમિનું નાટક ‘ગામડાની ગોરી’ સુરક્ષા સેતુ સોસાયટીના સહયોગથી શક્તિ કલા કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે. આ નાટકના લેખક રેવાશંકર નાયક અને દિગ્દર્શક મનુબેન ગઢવી છે. સંગીતકાર ફિરોઝ મીરના સંગીતથી સજાવાયેલા આ નાટકમાં મહેબૂબ મીર, જીતેન્દ્ર જાની, રશીદ રાઠોડ, ચંદ્રિકા જાની, યુનુસ બ્લોચ, મીનાક્ષી ગઢવી, બિંદિયા મીર, મોહસીન મીર તથા સ્પેશિઅલ રોલમાં ગુજરાતી ફિલ્મ અભિનેત્રી રીયા સામાણી જેવા કલાકારો પોતાની કલાના ઓજસ પાથરશે તથા રંગભૂષા એમ.ડી. રાઉમાનું છે.

મોરબીના પોલીસ અધિક્ષક ડો. કરનરાજ વાઘેલા દ્વારા દીપ પ્રાગટ્ય બાદ રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી દેવી આશીર્વચનો પાઠવશે. સમગ્ર કાર્યક્રમના પ્રમુખસ્થાને મોરબી નગરપાલિકા પ્રમુખ કેતનભાઈ પટેલ રહેશે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પાલિકા ઉપપ્રમુખ એમણાબેન, મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ, મોરબી ગ્રાહકસુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઈ મહેતા અને નારાયણ સેવા સંસ્થાના પ્રમુખ ઘનશ્યામસિંહ ઝાલા તથા અતિથિ વિશેષ તરીકે મોરબીના અગ્રણી બિલ્ડર ગામી, પૂર્વ લાયન્સ ગવર્નર ચંદ્રકાન્ત દફતરી અને તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ દેવકરણભાઇ પટેલ ઉપસ્થિત રહેશે. આ નાટક માટે શક્તિ કલા કેન્દ્રને મોરબી કલાકાર ગ્રુપ, નાટ્યકલાના વિક્રમ ગઢવી, રઝિયા સેલાણી, વીણાબેન મહેતા, શર્મીલાબેન દવે, ઉદય નાટ્યસંસ્થાના મંજુલાબેન કુબાવત અને નાટ્યસંગ્રહાલયના દર્પણ દવેએ શુભેચ્છાઓ આપી છે. વધુ માહિતી માટે 9909961695 પર સંપર્ક સાધવા જણાવાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne