માળીયા : પાંચ શખ્સોએ આધેડને ભેંસ ચરાવવા મુદ્દે માર માર્યો

- text


માળીયા : માળીયાનાં પીપળા વાસ બાપુની ડેલી નજીક પાંચ શખ્સોએ આધેડને ભેસો ચરાવવા બાબતે માર મારીને ઈજા કરી હોવાની ફરિયાદ માળિયા પોલીસ મથકમાં નોંધાઈ છે.

- text

માળીયાની સરકારી હોસ્પિટલ પાછળ રહેતા કાસમભાઈ દોસમાંમદભાઈ મોવરને ભેંસો ચારવા તથા વાડીમાં પાણી પાવા બાબતે આરોપી હારુન દોસમાંમદભાઈ મોવરે લોખંડનાં પાઈપથી તથા આરોપી ફતેમાંમદભાઈ મોવરે કાસમભાઈને વાસામાં લાકડીનો ઘા કરી બાદમાં આરોપી રસુલ દોશમામદભાઈ મોવર, દોસમાંમદભાઈ મોવર અને હૈદર હારૂનભાઈ મોવરે આવી ઢીકા પાટુંનો માર મારીને ફરિયાદીને ગાળો આપી મૂઢ ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ કાસમભાઈએ માળિયા પોલીસ મથકમાં નોંધાવી છે.

- text