હળવદના સુખપર નજીક ટ્રક-ટ્રેલર વચ્ચે સર્જાયો અકસ્માત

- text


ટ્રકના ક્લીનરને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો

હળવદ : આજે બપોરના સુખપર નજીક આવેલ રામદેવ હોટલ પાસે બંધ પડેલ ટ્રેલર પાછળ પાછળથી પુરપાટ ઝડપે આવતી ટ્રક ઘુસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ટ્રકના કલીનરને ગંભીર ઈજાઓ પહોંચતા હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.બનાવની જાણવા મળતી વિગતો મુજબ આજે બપોરના બે વાગ્યાની આસપાસ હળવદના સુખપર નજીક રામદેવ હોટલ પાસે બંધ પડેલા ટ્રેલર પાછળ માળીયા તરફથી આવતો ટ્રક ઘુસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી આ ગંભીર અકસ્માતના પગલે કલીનરને ઇજા પહોંચતા તાત્કાલિક શહેરની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલી અપાયો હતો. બનાવની જાણ સોલડી ટોલનાકે થતા એલ એન્ડ ટી નો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવી રસ્તા વચ્ચે પડેલ ટ્રકને સાઈડમાં મુકી ટ્રાફિક હળવો કરાવ્યો હતો.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text