હળવદ પાસેની બ્રાહ્મણી નદીના બેઠા પુલિયા પરથી સ્વીફ્ટ ગાડી ખાબકી

કારમાં બેઠેલા ત્રણમાંથી એક વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી

હળવદ : હળવદના દિઘડિયા ગામ નજીક પસાર થતી બ્રાહ્મણી નદીના બેઠા પુલિયા પરથી ગઈકાલે એક સ્વીફ્ટ ગાડી ઓચિંતા નીચે ખાબકી હતી. જોકે આ ઘટનામાં સદભાગ્યે જાનહાની થઈ નથી.પરંતુ કારમાં સવાર ત્રણમાંથી એક વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી હતી.

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના દિઘડિયા ગામ પાસે આવેલ બ્રાહ્મણી નદીના બેઠા પુલિયા પરથી એક સ્વીફ્ટ ગાડી પસાર થઈ રહી હતી. તે સમયે સ્વીફ્ટ ગાડીના ચાલકે ઓચિંતા સ્ટીયરીગ પરથી કાબુ ગુમાવતા કાર પુલિયા નીચે ખાબકી હતી. આ બનાવને પગલે આસપાસના ગામલકો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. આ બનાવ અંગે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, આ સ્થળે બેઠું પુલીયું છે અને આ પુલિયા પરથી 10 ફૂટ નીચે સ્વીફ્ટ ગાડી ખાબકી હતી. આ ગાડીમાં ત્રણ લોકો બેઠા હતા. જેમાંથી એક વ્યક્તિને સામાન્ય ઇજા થતાં તેને હળવદ બાદ મોરબી સારવાર અર્થે ખસેડાયા હતા. આ બનાવમાં સદભાગ્યે જાનહાની સહેજમાં ટળી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne