મોરબી : યોગી વિદ્યાલયમાં ગુરુપૂર્ણિમાની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ

- text


મોરબી : મોરબીના યોગી વિદ્યાલયમાં આજે તારીખ 16ને મંગળવારે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં શાળાના બાળકો દ્વારા ગુરુના જીવનમાં મહત્વ વિશે સ્પીચ તથા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ યોગી વિદ્યાલયમાં શાળાના ટ્રસ્ટી અરવિંદભાઈ ભોરણીયા અને આચાર્ય પંડ્યાની હાજરીમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી. જેમાં વકતૃત્વ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મયુરભાઈ વિશાણી દ્વારા કરવામાં આવ્યુ હતું. બાળકો દ્વારા આપણા જીવનમાં ગુરુનું શું મહત્વ છે તેની સ્પીચ આપવામાં આવી હતી. શિક્ષકો દ્વારા પણ ગુરુ નું મહત્વ વિશે માહિતી આપવામાં આવી હતી. માતા પિતા પછી જેનું સ્થાન છે એ આપણા ગુરુ વિશે બધાએ ખૂબ સારા વિચારો રજુ કર્યા હતા. જેમાં શાળાના શિક્ષકો મિલનભાઈ અને પિન્ટુભાઈ આ નિર્ણાયક તરીકેની ભૂમિકા પુરી પાડી હતી. વકતૃત્વ સ્પર્ધા માં પ્રથમ ,દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર બાળકોને પ્રોત્સાહન આપવાના આવ્યું હતું. પ્રાથમિક વિભાગમાં પ્રથમ ચૌહાણ અંશ, દ્વિતીય ચૌહાણ એશા અને તૃતીય વઘાડિયા ડેનિશા અને માધ્યમિક અને ઉચ્ચમાધ્યમિક વિભાગમાં પ્રથમ જોશી પૂજા, દ્વિતીય દઢાણીયા પૂર્વા અને તૃતીય હુંબલ રાધિકા તથા શિક્ષક વિભાગમાં શાળાના શિક્ષિકા નિશાબેન મેરજાએ નંબર મેળવ્યો હતો.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text