માળીયા (મી.) : ગંદુ પાણી ઢોળવા બાબતે મધરાતે થયેલી મારમારીમાં 4 ઘવાયા

- text


માળીયા (મી.) : માળીયા (મી.)માં ગત રાત્રીએ અગાઉના ઝઘડાનો ખાર રાખી બે પરિવાર વચ્ચેના ઝઘડાએ મારમારીનું રૂપ લેતા ચાર શખ્સો ઘવાયા હતા. જેઓને પ્રથમ માળીયા સિવિલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગત મોડી રાત્રે એકાદ વાગ્યાના અરસામાં જૂની અદાવતનો ખાર રાખી થયેલી મારમારીમાં ઘવાયેલા દોસમામદ બેચર મોવર (ઉં.વ.65), હારુન દોસમામદ મોવર (ઉં.વ.45), ફતેમામદ દોસમામદ મોવર (ઉં.વ.35) અને કાસમ દોસમામદ મોવર (ઉં.વ.40) રહે.ચારેય માળીયા (મી.)ને માળીયા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. અહીં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘર પાસે ગંદા પાણી ઢોળવા બાબતે થયેલા આ ઝઘડાએ ઉગ્રરૂપ ધરતા આ મારામારી થઈ હતી. માળીયા પો.સ્ટે.ના ડી.એન.છાસીયાએ રાજકોટ ખસેડેલા ઘાયલો પાસે જઈ ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text