મોરબીમાં સર્વત્ર ગુરુનું ભાવભેર પૂજન સાથે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવણી કરાઈ

- text


વિરપર ખાતે યોગગુરુ રાજર્ષિ મુનિના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ : કેશવાનંદ આશ્રમ, શંકર આશ્રમ ,રામધન આશ્રમ,ખોખરાધામ અને બગથળા પાસેના નકલંક ધામ સહિતના તમામ આશ્રમો તથા ધાર્મિક સ્થાનકોમાં તથા શાળા કોલેજમાં ગુરુની પૂજા અર્ચના કરીને ભાવ વંદના કરાઈ

મોરબી : ઈશ્વરનો એક સાચા ગુરુ જ સાક્ષાત્કાર કરાવે છે. ગુરુના સાચા જ્ઞાન થકી જીવન ધન્ય બને છે. તેથી આપણા સમાજમાં ઈશ્વર કરતા ગુરુ સવાયા હોવાના મહિમાગાન કરતા ગુરુપૂર્ણિમા પર્વની આજે ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. મોરબીમાં ઠેરઠેર ગુરુપૂર્ણિમા મહોત્સવ ધર્મોલ્લાસભેર ઉજવાયો હતો. જેમાં મોરબી નજીક આવેલા વિરપર ખાતે યોગગુરુ રાજર્ષિ મુનિના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ હતી. આ ઉપરાંત કેશવાનંદ આશ્રમ, કબીર આશ્રમ, શંકર આશ્રમ, રામધન આશ્રમ અને ખોખરાધામ ખાતે તેમજ બગથળા ખાતે આવેલ નકલંક ધામ ખાતે સહિતના તમામ આશ્રમો અને ધાર્મિક સ્થાનકોમાં અને શાળા કોલેજોમાં ગુરુઓનું પૂજન કરીને લોકોએ ધન્યતા અનુભવી હતી.

મોરબીના સીરામીક અગ્રણી કે.જી.કુંડારિયા તથા રતિલાલ જાકાસણીયાના યજમાનપદે આજે મોરબી રાજકોટ હાઇવે પરના વિરપર નજીક આવેલ સમય ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, ડ્રિમલેન્ડ ફનવર્લ્ડની બાજુમાં ગુરુપૂર્ણિમા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લાઈફ મિશનના કલાગુરુ સ્વામી રાજર્ષિ મુનિના સાનિધ્યમાં આ ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો હતો. આ ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિતે પાદુકા પૂજન, ગુરુજીનું આગમન, દીપ પ્રાગટય, સમૂહ પ્રાર્થના, સ્વાગત પ્રવચન, ગુરુજીનું ફુલહારથી સ્વાગત, મહાનુભવોનું પ્રવચન, ગુરુદેવના આશીર્વાદ, આભાર દર્શન, ગરુદેવની ભાવવંદના તથા મહાપ્રસાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગુરુપૂર્ણિમા મહોત્સવ દરમ્યાન મંત્ર દિક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુરુજીના હસ્તે ભક્તો દીક્ષા લીધી હતી. મોટી સંખ્યા ભાવિકો ઉમટી પડીને ગુરુજીનું પૂજન કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા.

- text

મોરબીના ધોળેશ્વર રોડ પર આવેલ કેશવાનંદ બાપુના શાંતિવન આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો હતો. ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિતે આ આશ્રમમાં ગુરુપૂજન, ગુરુયાગ, મહાપ્રસાદ, સંતવાણી અને સંતદર્શન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો. તેમજ મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ, શંકર આશ્રમ, કબીર આશ્રમ, બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાનજી ધામ ખાતે તથા બગથળા ગામના નકલંક ધામ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો હતો. જેમાં મોટી સંખ્યા લોકોએ હાજરી આપી પોતાના ગુરુનું ભાવપૂર્વક પૂજન કરીને વિવિધ કાર્યક્રમોનો શ્રદ્ધાભેર ભાગ લીધો હતો. તેમજ માળિયાના મહેન્દ્રગઢ ગામે આવેલ બોળા હનુમાનજી મંદિર ખાતે લોક ડાયરો અને ટંકારાના હડમતીયા ગામે આવેલ નકલંક ધામ ખાતે ગુરુપૂર્ણિમા નિમિતે સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આજે ગુરુપૂર્ણિમાના પાવન અવસરે તમામ ગરુઓના આશ્રમો અને ધાર્મિક સ્થાનકોમાં આજ સવારથી લોકોને ભારે ભીડ જોવા મળી હતી. પોતાના જીવનને સાચી દિશા આપનાર ગુરુઓનું લોકોએ ભાવપૂર્વક પૂજન કરીને ભાવવંદના કરી હતી. સાથેસાથે શાળા અને કોલેજોમાં વિધાર્થીઓએ ગુરુની ભાવવંદના કરી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text