વાંકાનેરમાં ડુપ્લીકેટ બાગબાન તમાકુની ફેક્ટરીમાં ઝડપાયેલા આરોપીઓ ચાર દિવસના રીમાન્ડ ઉપર

- text


વાંકાનેર : મોરબી જિલ્લા એલસીબી પીઆઇ વી.બી. જાડેજા તેમજ એલસીબી સ્ટાફ દ્વારા કોમ્બિંગ નાઈટ દરમિયાન વાંકાનેરના મુમના શેરીમાં ચાલતી ડુપ્લીકેટ તમાકુની ફેક્ટરી ઝડપી પાડેલ અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ તમાકુ બનાવવાની મશીનરી, કેમિકલ, તમાકુ, તમાકુના ખાલી તેમજ ભરેલા ડબ્બા તેમજ કેમિકલ અને અન્ય વસ્તુઓ સાથે કુલ મુદ્દામાલ રૂ. ૭૮૪૦૨૫ નો ઝડપી પાડી ડુપ્લીકેટ તમાકુના ફેક્ટરી માલિક ઉસ્માનગની અમીભાઈ શેરસીયા તેમજ ત્યાં રાખેલ માણસો સરફરાજ મહંમદભાઇ ભોરણીયા, મહંમદ અસ્લમ વડાલીયા, અસ્લમ ઈદરીશ પઠાણ અને આદિલ મામદભાઇ ભોરણીયા ને ઝડપી પાડેલ.

- text

આજે મોરબી એલસીબી દ્વારા પાંચેય આરોપીઓને વાંકાનેર કોર્ટ ખાતે લઈ આવી મેજિસ્ટ્રેટ સમક્ષ રીમાન્ડની અરજી કરતાં વાંકાનેર કોર્ટ આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજુર કરેલ. મોરબી એલસીબી દ્વારા હવે આ શખ્સો કેટલા સમયથી ડુપ્લિકેટ તમાકુનો ધંધો કરતા હતા, બનાવેલ ડુપ્લીકેટ તમાકુનું ક્યાં ક્યાં વેચાણ કરતા હતા, આ ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરીમાં અન્ય કોણ કોણ લોકો સામેલ હતા તે અંગે અને આટલા લાંબા સમયથી ધમધમતી આ ડુપ્લીકેટ તમાકુની ફેક્ટરી કોની મહેરબાનીથી ચાલતી હતી તે અંગેની ઝીણવટભરી તપાસ મોરબી જિલ્લા એલસીબી પીઆઈ વી.બી. જાડેજા ચલાવી રહ્યા છે.

 

- text