માળિયાના 13 ગામોના સિંચાઈ પ્રશ્ને આંદોલનની ચીમકીને પગલે તંત્ર ઝુક્યું

- text


તંત્રએ કેનાલમાં પાણી વધારીને ચાર દિવસમાં છેવાડાના ગામ સુધી પાણી પહોંચી જવાની ખાતરી આપતા હાલ પૂરતું આંદોલન મોકૂફ

માળીયા : માળીયા મિયાણાના 13 ગામોને અણીના સમયે જ માળીયા બ્રાન્ચ કેનાલમાંથી સિંચાઈનું પાણી ન મળવાને મુદે ખેડૂતોએ આંદોલન કરવાની ચીમકી આપી હતી.જેના પગલે તંત્રએ નમતું જોખ્યું છે અને કેનાલમાં પાણીનો ફોર્સ વધારીને ચાર દિવસમાં છેવાડાના ગામ સુધી પાણી પહોંચાડવાની ખાતરી આપતા ખેડૂતોએ હાલ પૂરતું આંદોલન મોકૂફ રાખવાની જહેરાત કરી છે.

- text

માળીયા કેનાલની ખેડૂત હિતરક્ષક સમિતિએ જણાવ્યું હતું કે,માળીયા મિયાણાના 13 ગામોના ખેડૂતો નર્મદા કેનાલમાંથી સિંચાઈના પાણીનો લાભ મેળવે છે.પણ અગાઉ વાવેતર કર્યો બાદ માળીયા બ્રાન્ચ કેનાલમાંથી પાણી બંધ થતાં આ 13 ગામોના ખેડૂતોનો પાક મુરાજાય જાય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. આથી માળીયા બ્રાન્ચ કેનાલમાંથી તાકીદે 13 ગામોના ખેડૂતોને સિંચાઈનું પાણી આપવાની માંગ સાથે થોડા દિવસો પહેલા ખેડૂત હિતરક્ષક સમતીના નેજા હેઠળ ખેડૂતોએ મોરબી જિલ્લા કલેકટરને આવેદન આપ્યું હતું અને ટુંક સમયમાં સિંચાઈ માટે કેનાલમાંથી પાણી ન મળે તો ખેડૂતોએ રેલી કાઢી પ્રતીક ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપી હતી.જેના પગલે તંત્ર ઝુક્યું હતું અને ખેડૂતોની માંગ મુજબ તંત્રએ કેનાલમાં વધારીને આગામી ચાર દિવસમાં છેવાડાના ગામ સુધી પાણી પહોંચાડવાની ખાતરી આપતા ખેડૂતો આંદોલન મુલતવી રાખ્યું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text