મોરબી : સ્વચ્છતા અભિયાન ટીમનું રવાપર ગામના તળાવની સફાઈ માટે મેગા અભિયાન

- text


20 લોકોથી શરૂ થયેલું સફાઈ અભિયાનમાં 250 લોકો જોડાયા : અઢી માસથી દર રવિવારે હાથ ધરાતું સ્વચ્છતા અભિયાન

મોરબી : મોરબીમાં તબીબો સહિતનાઓની ટીમ દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા માટે શરૂ થયેલા સ્વચ્છતા અભિયાનને ભારે પ્રતિસાદ મળતા આ સ્વચ્છતા અભિયાનમાં 250 લોકો જોડાયા છે. આ સ્વચ્છતા અભિયાનની ટીમ દ્વારા દર રવિવારે કોઈને કોઈ વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. જે મુજબ ગઈકાલે રવિવારે સ્વચ્છતા અભિયાનની ટીમે રવાપર ગામના તળાવમાં સધન સફાઈ કરી હતી અને વર્ષોથી ગંદકીથી ખદબદતા તળાવને ચોખ્ખું કરી નાખ્યું હતું.

- text

મોરબીને સ્વચ્છ બનાવવાની નેમ સાથે તબીબો સહિતની સ્વચ્છતા અભિયાનની ટીમ દ્વારા છેલ્લા અઢી માસથી સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.જેમાં અગાઉ મોરબીને સ્વચ્છ બનાવવા માટે તબીબોની ટીમે ઝાડુ ઉપાડીને સઘન સફાઈ શરૂ કરતાની સાથે જ આ સ્વચ્છતા અભિયાનની ટીમને ભારે પ્રતિસાદ મળ્યો છે.જેમાં 20 લોકોથી શરૂ થયેલું સફાઈ અભિયાનમાં હવે તબીબો, ઉધોગપતિઓ, વકીલો, મહિલાઓ, બુઝુર્ગો, યુવાનો અને બાળકો સહિત 250 લોકોની સશક્ત ટીમ બની ગઈ છે અને દર રવિવારે શહેરના કોઈને કોઈ વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરાઈ છે.જોકે જે તે વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરતા પહેલા આગલા દિવસે તે વિસ્તારના લોકો સાથે મીટીંગ યોજાઈ છે.જેમાં લોકોને પોતના ઘરની સાથે શેરી ગલી અને વિસ્તારમાં સફાઈનું મહત્વ સમજાવીને આ સફાઈ અભિયાનના જોડાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.દર રવિવારની પ્રણાલી મુજબ ગઈકાલે રવિવારે રવાપર ગામના તળાવમાં સફાઈ અભિયાન હાથ ધરાયુ હતું.જેમાં સ્વચ્છતા અભિયાનની ટીમના દરેક સભ્યોએ શ્રમદાન કરીને રવાપર ગામના તળાવને ચોખ્ખું ચણાક કરી નાખ્યું હતું.આ તળાવમાંથી 30થી વધુ ટેક્ટર ભરાય તેટલા કચરાનો નિકાલ કરીને તળાવને ગંદકીથી મુક્ત કરી દીધું હતું.જોકે રવાપર રોડ પરની મહિલાઓએ પણ છેલ્લા કેટલાક સમયથી સફાઈ અભિયાન હાથ ધર્યું છે.તેથી શહેરની વર્ષોની ગંદકીથી સ્થિતિમાં ઘણો ફરક પડે તેવા ઉજળા સંજોગો નિર્માણ થયા છે.

 

- text