મોરબી : આર.ઓ.પટેલ વિમેન્સ કોલેજમાં નવી છાત્રાઓ માટે ફ્રેશર પાર્ટી યોજાઈ

યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ નંબર મેળવેલ સ્ટુડન્ટ્સ જાકાસણીયા જીંકલબેન અમૃતલાલ (B.C.A. Sem. – 3) અને ચંદારાણા દ્રષ્ટિબેન સુનીલભાઈ (B.Com. Sem. – 4) બન્ને સ્ટુડન્ટ્સને શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ તરફથી ચાંદીનો સિક્કો આપી સન્માનિત કરાયા

મોરબી : મોરબી જિલ્લાની શિક્ષણ અને સંસ્કાર ક્ષેત્રે હરહંમેશ અગ્રેસર કહી શકાય તેવી અને ‘બેટી બચાવો બેટી પઢાઓ” અભિયાનને સાર્થક કરતી સંસ્થા શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી આર.ઓ.પટેલ વિમેન્સ કોલેજમાં નવા શૈક્ષણીક સત્રમાં ફ્રેશર સ્ટુડન્ટ્સ માટે ફ્રેશર પાર્ટીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ તકે સંસ્થાના પ્રમુખ અને ઉપપ્રમુખે પ્રારંભિક પ્રવચનમાં ફ્રેશર સ્ટુડન્ટ્સને જીવનના દરેક તબક્કે મુશ્કેલભરી પરિસ્થિતિઓમાં પણ ક્યારેય હિંમત હારવી જોઈએ નહીં તેવા સિરામીક ઈન્ડસ્ટ્રીઝના પ્રેરણાત્મક અને હકારાત્મક જીવંત ઉદાહરણ આપી ફ્રેશર સ્ટુડન્ટ્સને પ્રોત્સાહિત કર્યા હતા. સાથોસાથ કોલેજમાં ગયા શૈક્ષણીક વર્ષમાં સમગ્ર યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ નંબર મેળવેલ સ્ટુડન્ટ્સ જાકાસણીયા જીંકલબેન અમૃતલાલ (B.C.A. Sem. – 3) અને ચંદારાણા દ્રષ્ટિબેન સુનીલભાઈ (B.Com. Sem. – 4) બન્ને સ્ટુડન્ટ્સને શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ તરફથી ચાંદીનો સિક્કો આપી સર્વે ફ્રેશર સ્ટુડન્ટ્સને આવું જ જ્વલંત પરીણામ મેળવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.

જૂના સ્ટુડન્ટ્સ દ્વારા અવનવી પ્રેરણાત્મક થીમ પર અનેકવિધ ઇવેન્ટ રજૂ કરી ફ્રેશર સ્ટુડન્ટ્સને ભાવવિભોર કર્યા હતા. સાથોસાથ ફ્રેશર સ્ટુડન્ટ્સને કોલેજના શરૂઆતના દિવસો હરહંમેશ યાદગીરી રૂપે યાદ રહે તે માટે સેલ્ફી પોઇન્ટનું પણ આયોજન કરેલ હતું. તદુપરાંત કોમર્સ વિભાગના સ્ટુડન્ટ્સને કોમર્સ સ્ટાફ દ્વારા સરપ્રાઇઝ ગેમ અને એક-મિનીટ ગેમ રમાડી જીવનના પ્રત્યેક તબક્કે ઝડપ, કાબેલિયત અને હરીફાઈનું પ્રેરણાત્મક જીવંત દ્રષ્ટાંત પુરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે થયેલી આભાર વિધિમાં કોલેજના પ્રિન્સિપાલ અશ્વિનસર, કોમર્સ અને વિનયન વિભાગના વિભાગાધ્યક્ષ મયુરભાઈ હાલપરા અને મનહર સર તથા સર્વે વિદ્યાશાખાના સ્ટાફગણ તરફથી તમામ સ્ટુડન્ટ્સ, શૈક્ષણીક અને બિનશૈક્ષણિક પ્રવૃતિઓમાં આવી જ ઉત્તરોત્તર ઉન્નતી કરી પરિવાર અને સમાજનું ગૌરવ વધારી રાષ્ટ્ર ઉપયોગી કામગીરી કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.