વાંકાનેરની છરીની અણીએ લૂંટ ચલાવતી ટોળકી રાજકોટ પોલીસના હાથે ઝડપાઇ

- text


કુવાડવા રોડ પોલીસે ચાર આરોપીઓને કુલ ૮૦ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા : એક મોટી છરી પણ મળી આવી

વાંકાનેર : મોરબી જિલ્લા તેમજ રાજકોટ જિલ્લાના અલગ અલગ રોડ ઉપર પેસેન્જર રીક્ષા લઇ નીકળતાં અને રાહદારીઓને પેસેન્જર તરીકે બેસાડી અવાવરું જગ્યાએ છરીની અણીએ મોબાઇલ તેમજ રોકડ રકમની લૂંટ કરતી ટોળકીને શંકાના આધારે રાજકોટ પોલીસે ઝડપી પાડી છે આ ટોળકીમાં ત્રણ આરોપી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક વાંકાનેરના છે અને એક ચોટીલાનો આરોપી છે.

મળતી માહિતી મુજબ આ ટોળકી પાસેથી ઓટો રીક્ષા નંબર જીજે 36 યુ 4075 કિંમત રૂપિયા 40000 તેમજ અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન નંગ 11 કિંમત રૂપિયા 42000 સાથે આરોપીઓ વિજય ચનાભાઈ ચાવડા ઉ.વ. ૨૨ રહે. મિલપ્લોટ વાંકાનેર, વિનોદ જમાલ સલાટ ઉ.વ.૨૦ રહે. ચોટીલા, આસીફ ઉર્ફે આશિબડો સુલેમાન શેખ ઉ.વ.૧૯ રહે. રાતીદેવડી વાંકાનેર તેમજ કાર્તિક રાજેશ ઝાલા ઉ.વ. ૧૯ રહે કુંભારપરા વાંકાનેર તેમજ એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને વાંકાનેર મોરબી હાઈવે રોડ તેમજ આજુબાજુના વિસ્તારમાં રોડ ઉપર રાહદારી માણસોને પોતાની પેસેન્જર રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી તેને છરી દેખાડી મોબાઈલ ફોન તથા જે પણ રોકડ રકમ નીકળે તે લૂંટ કરી મેળવેલ હોવાનું જણાતાં કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા 82000 વિશે સંતોષકારક જવાબ ન આપતાં હોય જેથી ચોરી અથવા છળકપટથી મેળવેલ હોવાનું જણાઈ આવતું હોય સી.આર.પી.સી કલમ 41(1) D મુજબ કબજે કરી તેમજ છરી નંગ 1 કિંમત રૂપિયા 50 સાથે આરોપીઓ મળી આવતાં અટક કરી વધુ તપાસ કુવાડવા રોડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ. આર. પરમાર ચલાવી રહ્યા છે.

- text

- text