વાંકાનેર પંથકમાંથી વઘુ એક ડુપ્લીકેટ બાગબાન તમાકુની ફેક્ટરી ઝડપાઈ

- text


મોરબી એલસીબીની સફળ કાર્યવાહી

વાંકાનેર : મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલાની સુચનાથી એલસીબી પીઆઇ વી.બી. જાડેજા તેમજ એલસીબી સ્ટાફ દ્વારા ગત રાત્રે કોમ્બિંગ નાઈટ દરમિયાન ખાનગી હકીકત મળતા વાંકાનેરના મુમના શેરીમાં ચાલતી ડુપ્લીકેટ તમાકુની ફેક્ટરી ઝડપી પાડેલ છે અગાઉ પણ વાંકાનેર સીટી પોલીસે શહેર વિસ્તારમાંથી તેમજ રાતીદેવડી સીમ વિસ્તારમાંથી તમાકુની ફેક્ટરી ઝડપી હતી. આ વધુ એક ડુપ્લીકેટ તમાકુની ફેક્ટરી ઝડપાતા વાંકાનેર પંથકમાં તમાકુના વેપારીઓમાં ફફડાટ મચી ગયેલ છે.

મળતી માહિતી મુજબ એલસીબીએ વાંકાનેર શહેર વિસ્તારમાં આવેલ મુમના શેરીમાં એક મકાનમાં ડુપ્લીકેટ બાગબાન તમાકુનો મોટો જથ્થો ઝડપી પાડેલ છે અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ તમાકુ બનાવવાની મશીનરી, કેમિકલ, તમાકુ, તમાકુના ખાલી તેમજ ભરેલા ડબ્બા તેમજ કેમિકલ અને અન્ય વસ્તુઓ સાથે કુલ મુદ્દામાલ રૂ. ૭૮૪૦૨૫ નો ઝડપી પાડી ડુપ્લીકેટ તમાકુના ફેક્ટરી માલિક ઉસ્માનગની અમીભાઈ શેરસીયા તેમજ ત્યાં રાખેલ માણસો સરફરાજ મહંમદભાઇ ભોરણીયા, મહંમદ અસ્લમ વડાલીયા, અસ્લમ ઈદરીશ પઠાણ અને આદિલ મામદભાઇ ભોરણીયા સ્થળ પર મળી આવેલ. આ ડુપ્લીકેટ તમાકુ કોને કોને વેચાણ કરતાં અને આ ફેક્ટરીમાં કોણ-કોણ સામેલ છે તે બાબતની વધુ તપાસ એલસીબી પીઆઈ વી.બી. જાડેજા ચલાવી રહ્યા છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે ઉસ્માનગની સેરસિયાની રાતીદેવડી ખાતે આવેલ વાડીએ ગત જાન્યુઆરી માસમાં વાંકાનેર સિટી પોલીસે દરોડો પાડી ડુપ્લિકેટ તમાકુ બનાવવાની મશીનરી જપ્ત કરેલ હતી અને અંદાજિત ૯.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરેલ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ તેમ છતાં આ વ્યક્તિ દ્વારા ટૂંકજ સમયમાં ફરી પાછી ડુપ્લિકેટ તમાકુ બનાવવાની ફેક્ટરી ચાલુ કરેલ.

- text