વાંકાનેર : વાડીમાંથી 12 બોટલ ઈંગ્લીશ દારૂ સાથે એક ઝડપાયો

- text


 

વાંકાનેર : વાંકાનેર તાલુકામાં દારૂ બંધીનો કડક અમલ કરાવવાની ચાલતી કાર્યવાહીના ભાગરૂપે વાંકાનેર પોલીસે ગતરાત્રે નાઈટ કોમ્બીગ દરમ્યાન વાંકાનેર તાલુકાના દેરાળા ગામે આવેલ સીમ વિસ્તારની વાડીમાંથી 12 નંગ ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.

- text

આ બનાવની વાંકાનેર પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાધેલા અને ડી.વાય.એસ.પી.બન્નો જોશીએ વાંકાનેર તાલુકામાં દારૂની બદી નાબૂદ કરવાની સૂચના આપતા વાંકાનેરના પી.એસ.આઇ એ.એસ.ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. બી.ડી.પરમાર સ્ટાફના અશ્વિનભાઈ વિરાભાઈ, મુકેશભાઈ હકુભાઈ, શિવરાજસિંહ ઇન્દ્રસિંહ સહિતના ગતરાત્રે વાંકાનેર તાલુકા વિસ્તારમાં નાઈટ પેટ્રોલીગ કરી રહ્યા હતા.તે દરમ્યાન મળેલી ચોક્કસ બાતમીના આધારે વાંકાનેર તાલુકાના દેરાળા ગામની સીમ વિસ્તારમાં આવેલ વાડીમાં પોલીસે રેડ કરીને ત્યાંથી 12 બોટલ ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે આરોપી સુરેશભાઈ ધીરુભાઈ ધરજીયા ઉ.વ.22ને ઝડપી લીધો હતો.પોલીસની પૂછપરછમાં આ શખ્સને દારૂની બોટલો વેચવા માટે રમેશભાઈ મોહભાઈ રોજાસરા નામનો શખ્સ આપી ગયો હોવાનું ખુલતા પોલીસે તેની સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

- text