વાંકાનેર : લગ્ન કરાવી દેવાની લાલચ આપી વેપારી સહિત બે સાથે રૂ.1.20 લાખની ઠગાઈ

- text


 

ટંકારાનો એક શખ્સ તથા ભોપાલની સામાજિક સંસ્થાના સંચાલક દંપતિ સામે છેતરપીંડીનો ગુનો નોંધાયો

વાંકાનેર : વાંકાનેરમાં રહેતા વેપારી સહિત બે લોકોને ટંકારાનો એક શખ્સ તથા ભોપાલની એક સામાજિક સંસ્થાના કહેવાતા સંચાલક દંપતીએ લગ્ન કરવી દેવાની લાલચ આપીને રૂ.1.20 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઇ છે.વાંકાનેર પોલીસે વેપારીની ફરિયાદના આધારે આ ત્રણેય શખ્સો સામે ઠગાઈનો ગુનો નોંધીને તેમને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો અનુસાર વાંકાનેરના દિવાનપરા મેઈન રોડ પર આવેલ મોર્ડન સિનેમાની બાજુમાં રહેતા અને વેપાર ધંધો કરતા રમેશભાઈ ગુણવંતભાઈ શાહ ઉ.વ.42 નામના વેપારીએ લક્ષમીનારાયણ સામાજિક કલ્યાણ સમિતિ ભોપાલ ,રચના સોસાયટી બગીચાની સામે વાળી સંસ્થાના કહેવાતા સંચાલક ઉમા ગુપ્તા ઉફે કાજલ મેડમ તથા તેના પતિ અને ટંકારામાં રહેતા રમેશભાઈ બાવાજી સામે રૂ.1.20 લાખની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ વાંકાનેર પોલીસ મથકમાં નોધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ વેપારી તથા ઉપેન્દ્રભાઈ ભરતભાઇ દક્ષીણીને લગ્ન કરવા હોવાથી તેઓ આરોપીઓના પરિચયમાં આવ્યા હતા.પણ ત્રણેય આરોપીઓ પૂર્વ આયોજિત કાવતરું રચીને લગ્ન કરાવી દેવના નામે બન્નેને શીશામાં ઉતાર્યા હતા.જેમાં ત્રણેય આરોપીએ લગ્ન કરાવી દેવાની હૈયે ધરપત આપીને વેપારી સહિત બન્ને પાસે લગ્ન કરવી દેવના નામે રૂ.1.20 લાખ ખખેરી લીધા હતા અને લગ્ન કરાવવા માટે ખોટું ફોર્મ ભરાવીને થોડી સમય પછી લગ્નની તારીખ આપવાનું કહ્યા બાદ આરોપીઓનો કોન્ટેક ન થતા વેપારી સહિત બન્નેને છેતરાયા હોવાનું ભાન થયું હતું. આથી આ મામલે વેપારીએ ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text