મોરબીમાં આધારકાર્ડની કામગીરી માટે સામાન્ય જનતા ત્રાહિમામ

- text


મોટાભાગની જગ્યાએ આધારકાર્ડની કામગીરી બંધ : એક મહિનાથી વધુ સમયના વેઇટિંગ : તંત્રએ નકકર પગલાં લેવાની જરૂર

મોરબી : મોરબીમાં આધારકાર્ડની કામગીરી માટે સામાન્ય જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. મોટા ભાગની જગ્યાએ આધારકાર્ડની કામગીરી હાલ બંધ હાલતમાં છે. જ્યા આ કામગીરી ચાલુ છે. ત્યાં એક મહિનાથી વધુ સમયના વેઇટિંગ હોય લોકો હેરાન થઈ રહ્યા હોવાની અનેક ફરિયાદો ઉઠી છે.

એક તરફ સરકાર દ્વારા આધારકાર્ડને તમામ જગ્યાએ ફરજીયાત ડોક્યુમેન્ટમા સમાવવામાં આવ્યું છે. હાલ કોઈ સામાન્ય સરકારી કામમાં પણ ઓળખ માટે આધારકાર્ડની ફરજીયાત પણે જરૂર પડતી હોય છે. તેવામાં આધારકાર્ડની કામગીરી જ લોલમલોલ ચાલતી હોય પ્રજાને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

સમગ્ર મોરબી જિલ્લામા આધારકાર્ડની કામગીરી મામલે પ્રજામાં દેકારો જોવા મળી રહ્યો છે. મોટાભાગના સેન્ટરોમાં આધારકાર્ડની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. બાકી બચેલા સેન્ટરોમાં આધારકાર્ડમા માત્ર સમાન્ય સુધારા વધારા કરાવવા માટે પણ એક મહિનાથી વધુ સમયનું વેઇટિંગ આવે છે.

મોરબી જિલ્લા સેવા સદનમાં આધારકાર્ડની 3 કીટ છે. સાથો સાથ આઈસીડીએસમા , પોસ્ટ ઓફિસ, યુનિયન બેંક, એચડીએફસી બેંક, બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા મકનસર, સિન્ડિકેટ બેંક તેમજ વાંકાનેર, ટંકારા, માળિયામા આધારકાર્ડની કીટ છે. આ તમામમાં જગ્યામાંથી મોટાભાગની જગ્યાએ આધારકાર્ડની કામગીરી બંધ છે.

હાલ આધારકાર્ડની કામગીરીમાં લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. જ્યા આધારકાર્ડની કામગીરી ચાલુ છે. ત્યાં એક મહિનાથી વધુ સમયે અરજદારોનો વારો આવે છે. આમ ઘણા દિવસો સુધી રઝળપાટ કર્યા બાદ અરજદારોને આધારકાર્ડની કામગીરી થાય છે. હાલ એવી પણ ચર્ચા ઉઠી છે કે લોકો પૈસા દેવા મજબૂર બને તે માટે લાબું વેઇટિંગ મુકવામાં આવી રહ્યું છે.

- text

અત્યારના સમયમાં આધારકાર્ડ ઓળખ માટે ખૂબ જરૂરી બન્યું છે. ત્યારે ઘણા ખરા લોકોને તાત્કાલિક આધારકાર્ડની જરૂર ઉભી થાય છે. ત્યારે તેઓને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. હાલ આ સમસ્યાથી આમ જનતા ભારે પરેશાન હોય તાકીદે પગલાં લેવાની પ્રબળ માંગ ઉઠી છે.

વધુમાં આ અંગે મહેન્દ્રનગરના અશ્વિનભાઈ અઘારાએ મુખ્યમંત્રીને રજુઆત પણ કરી છે. જેમાં જણાવાયુ છે કે આધારકાર્ડની કામગીર દરેક ગામમાં કરવાનો તલાટી મંત્રીઓને હુકમ કરી દેવામાં આવે. જો તલાટી મંત્રીને કામનું ભારણ વધુ હોય તો તેનોની દેખરેખ હેઠળ આ કામ ગ્રામપંચાયતના ઓપરેટરો પાસે કરાવવામાં આવે તેવી માંગ છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text