ટંકારા : વોટ્સએપના સદઉપયોગથી હરિયાળી કાંતિ લાવવાનો સરાહનીય પ્રયાસ

વિદ્યાર્થી એકતા સંગઠને વોટ્સએપ ગ્રુપમાં ચર્ચા કરીને વૃક્ષારોપણ માટે પહેલ કરતા 251 વૃક્ષોનું વાવેતર થયું

ટંકારા : વિદ્યાર્થી એકતા સંગઠને પોતાના વોટ્સએપ ગ્રુપના માધ્યમથી વૃક્ષારોપણ માટે પહેલ કરી હતી. જેથી આ વોટ્સએપ ગ્રુપના દરેક સભ્યોએ વૃક્ષારોપણ માટે આગળ આવતા ટંકારાના ઓટાળા ગામે 251 જેટલા વૃક્ષોનું વાવેતર થયું હતું અને દરેકે એક એક વુક્ષ વાવીને ઓટાળાને હળીયાળુ બનાવવા માટે 251 જેટલા વુક્ષોનુ આરોપણ કરી ઉછેરવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી. મોબાઈલનો સદુપયોગ પણ થઈ શકે એ આ યુવાનોએ સાબિત કર્યુ હતું.

જેમ જેમ વિકાસ વધ્યો તેમ વુક્ષોનુ નિકંદન કાઢી નાખ્યા બાદ પર્યાવરણ પર થતી ગંભીર અસરને આગોતરા પહોચી વળવા માટે વિધાર્થી એકતા સંગઠને પોતાના વોટ્સએપમા 100 ટકા જોખમમાં ગ્રુપ ચર્ચા કરી હતી અને ગ્રુપના તમામ સભ્યો પર્યાવરણના જતન માટે એક-એક વૃક્ષ વાવવા માટે સંમત થયા હતા. અને તમામ મેમ્બર એક એક વુક્ષ વાવી તેને ઉછેર માટે ની જવાબદારી સ્વીકારે એવુ સર્વાનુમતે નક્કી થતા ટંકારા તાલુકાના ઓટાળા ગામે પીરબાપા મંદિર અને રાજબાઈ માતાજીના મંદિર ખાતે તમામ ગ્રુપના સભ્યએ એક-એક વૃક્ષો વાવ્યા હતા. જેમા ટંકારા વિધાથી એકતા સંગઠન ના પ્રમુખ બેચર ઘોડાસરા, કિશન ભુત, મનોજ દેસાઇ, ચિરાગ દેસાઇ તથા પારસ ઘોડાસરાએ ભારે જહેમત ઉઠાવી હતી અને આ વૃક્ષારોપણ માં બીજા ઘણા પર્યાવરણ પ્રેમીઓ જોડાયા હતા. મોબાઇલનો ઉપયોગ સારા કામ માટે કરી શકાય તે આ જુવાનડાએ સાબીત કરી બતાવ્યું હતું.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne