મોરબી : ઘરધણીની નિંદ્રામાં ખલેલ પાડ્યા વગર તસ્કરો ઘરમાં હાથફેરો કરી ગયા

મોરબી : શહેરના વિજયનગર વિસ્તારમાં ગરમીમાં રાહત રહે એ માટે નીચે ઘર બંધ કરી અગાસી પર સુતેલા ઘરધણીની નિંદ્રામાં ખલેલ પાડ્યા વગર તસ્કરો ઘરના દરવાજાના નકુચા તોડી રોકડ, દાગીના, મોબાઈલ તેમજ ઘડિયાર મળીને કુલ 61500ના મુદ્દામાલની ચોરી કરી ગયાની ફરિયાદ મકાન માલિકે એ.ડીવી.પો.મથકમાં નોંધાવતા પોલીસે તસ્કરોનાં સગડ મેળવવાની કવાયત હાથ ધરી છે.

પોલીસ પાસેથી પ્રાપ્ત બનાવની વિગતો મુજબ શહેરના છાત્રાલય રોડ સ્થિત આવેલા વિજયનગરમાં રહેતા ભરતભાઇ ઓધવજીભાઈ પટેલ રાત્રે ગરમીથી ત્રસ્ત થઈ નીચે ઘર બંધ કરી અગાસીમાં સુતા હતા એ દરમ્યાન તેઓની નિંદ્રામાં ખલેલ ન પહોંચે એવી રીતે મોડી રાત્રે તસ્કરોએ ઘરના દરવાજાના નકુચા ગણેશિયા જેવા હથિયારોથી તોડી ઘરમાં રહેલા કબાટમાંથી અઢી તોલાનો સોનાનો ચેઇન, મોબાઈલ ફોન, એક ઘડિયાળ તેમજ રુપીયા 6000 રોકડા મળી કુલ 61500ના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા. ઘરધણીને સવારે ઉઠતાવેંત ચોરીની જાણ થતાં મોરબી એ.ડિવિઝનમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓના સગડ મેળવવા તપાસ આદરી છે. બનાવની વધુ તપાસ એ.ડીવી.ના પી.આઈ. સી.એચ.શુક્લ ચલાવી રહ્યા છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne