વાંકાનેર : બહેનના લગ્નની ચિંતામાં પંચાસિયાની સીમમાં યુવકનો ગળાફાંસો ખાઈ આપઘાત

વાંકાનેર : વાંકાનેરમાં રહેતા યુવકે બહેનના લગ્નની ચિંતામાં પંચાસિયા ગામની સીમમાં એક દરગાહ નજીક ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોક છવાયો છે.

મૂળ ઝારખંડના વતની અને હાલ વાંકાનેરના ગ્રીન ચોંક વિસ્તારમાં રહેતા મ્હોમદ સીદીક મોમદ ઇકતેઆલા સૈયદ ઉ.વ.30 નામના યુવાને ગઈ કાલે પંચાસિયા ગામની સીમ વિસ્તારમાં આવેલી એક દરગાહ નજીક ગળેફાંસો ખાઈને આપઘાત કરતા તાલુકા પો.સ્ટે.ના હેડ.કોન્સ. વિજયભાઈએ સ્થળ પર જઈ તપાસ આદરી હતી. તપાસ દરમ્યાન જાણવા મળ્યા મુજબ મ્હોમદ સીદીકે બહેનના લગ્નની ચિંતામાં આ પગલું ભર્યું છે. પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી લાશને પી.એમ અર્થે ખસેડી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne