વાંકાનેર : દાગીના ચમકાવી દેવાની લાલચ આપી ઠગાઈ કરનાર આરોપીની ધરપકડ

બીજા આરોપીને ઝડપી લેવા વાંકાનેર તાલુકા પોલીસે તપાસ હાથ ધરી

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ગારીયા ગામે મહિલા પાસેથી દાગીના મેળવીને ચમકાવી દેવાની લાલચ આપીને બે શખ્સોએ ઠગાઈ કરી ગયા હોવાના એક વર્ષ પહેલાના બનાવની વાંકાનેર પોલીસે સઘન તપાસ ચલાવી બે પૈકી એક શખ્સને ઝડપી લીધો હતો.તેમજ બીજા આરોપીને ઝડપી લેવાની તપાસ હાથ ધરી છે.

વાંકાનેર તાલુકાના ગારિયા ગામે રહેતા જાનકીબા નરેન્દ્રસિંહ ચૂડાસમાએ ગત તા. 25/12/2018 ના રોજ વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી કે, કોઈ અજાણ્યા બે શખ્સો તેમના ઘરે આવીને ઘરમાં રહેલા તેમના ઘરેણાં સાફ કરી ચમકાવી આપવાનું કહી ફરીયાદીનું સોનાનું મંગળસૂત્ર તેમજ સોનાની બે બુટ્ટી કિંમત રૂપિયા રૂ. 90000 ની છેતરપીંડી કરીને ફરાર થઈ ગયા હતા. આ બનાવની ફરિયાદ નોંધાયા બાદ વાંકાનેર પોલીસે સઘન તપાસ ચલાવીને મહિલા સાથે છેતરપીંડી કરનાર આરોપી શંકર મોતીલાલ શાહ રહે બિહાર વાળોને ઝડપી લીધો હતો.આ શખ્સની પોલીસે પૂછપરછ કરતા તેની સાથે છેતરપીંડી કરનાર બીજો આરોપી પીન્ટુ ઠઠેરી રહે બિહાર વાળાનું નામ આપતા વાંકાનેર તાલુકા પોલીસે આ ફરાર આરોપીને ઝડપી લેવા તથા મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne