હડમતિયામાં રામદેવપીર મંદિરનો જીર્ણોદ્ધાર કરી વાજતે ગાજતે રામદેવપીર મહારાજને બિરાજમાન કર્યા

- text


ટંકારા : ટંકારા તાલુકાના હડમતિયા ગામે વર્ષો પુરાણા રામદેવપીર મહારાજના મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવતા ભક્તિમય વાતાવરણ વચ્ચે ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું હતું.
વર્ષોપુરાણું રામદેવપીરનું મંદિર ભુકંપ સમયે જ જર્જરીત થઈ ગયું હોવાથી ચુંવાળીયા ઠાકોર સમાજના આસ્થાના કેન્દ્ર સમાન આ મંદિરમા અન્ય સમાજના દાનની સરવાણી વહેતા મંદિરનો જીર્ણોદ્વાર કરવાનો સંકલ્પ લીધો હતો. આ પહેલા ૧૯૬૭ની સાલમાં પણ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હડમતિયામાં ઠાકોર સમાજના યુવાનો તેમજ અન્ય જ્ઞાતીના યુવાનો મળી ” નેજાધારી રામામંડળ” બનાવી દાનરુપે રકમ એકઠી કરવા લાગ્યા તેમજ ગામના અન્ય જ્ઞાતીજનોએ અને દાતાઓએ મંદિરનો જીર્ણોદ્વાર કરવા દાનની સરવાણી વહાવતા રામદેવપીર મંદિરનો તા. ૧૧/૭/૨૦૧૯ અષાઢસુદ ૧૦ને ગુરુવારના રોજ વાજતે ગાજતે અબીલ ગુલાલોની છોળો અને હોમ હવન સાથે મંદિરનો જીર્ણોદ્ધાર કરવામા આવ્યો હતો.

- text

ટંકારાના હડમતિયા ગામમાં વર્ષોપુરાણા ચુંવાળીયા ઠાકોર સમાજનું રામદેવપીર મહારાજનું મંદિર આવેલ છે ગામના વયોવૃદ્ધ વ્યકિતને આ મંદિરના ઈતિહાસ વિશે પુછતા કહેવાય છે કે મોરબી, માળીયા, વાંકાનેર, હળવદના એમ આશરે ૩૬૦ ગામમાં વસતા જુદી જુદી અટકના સવંત 2023 શ્રાવણ વદ 11 ને ગુરૂવાર તા. 31/8/1967 ના રોજ હડમતિયા મુકામે ” રામદેવપીરની જગ્યા ” (મંદિર) માટે ઠરાવ કર્યો હતો. આ મંદિર 360 ગામના ઠાકોર (ચુંવાળીયા કોળી) સમાજના જુદી જુદી અટકના આગેવાનો હાજર રહ્યાના પુરાવારુપે નીચે પ્રમાણે અટક જોવા મળે છે જેવા કે ખાખરીયા, શિરોહીયા, સુરેલા, સાંથલિયા, બાબરીયા, ઘાટલિયા, મોરતરીયા, ગડેશીયા, પાટડીયા, વરાણીયા, સારલા, ધામેચા, દંતેસરીયા, સિપરીયા, વાઢુકિયા, દારોદરા, દારોદરીયા, રૂદાતલા, શંખેસરીયા, મકવાણા, પરેચા, થરેસા, બગથરીયા, સનુરા, દેત્રોજા, દેગામા, કગથરા, ઝંઝવાડીયા, ડાભી, સિંધાડીયા, પંચાસરા, જોગડીયા, ચુંવાળીયા ઠાકોર સમાજનું આ રામદેવપીર મંદિર આસ્થાના કેન્દ્ર સમાન હતું. પણ સમય જતા ઠાકોર સમાજ ગુરુદ્વારો ભુલતા ફક્ત હડમતિયાના ઠાકોર સમાજે પહેલ કરી કે આ મંદિરનો જીર્ણોદ્વાર થવો જોઈએ. આ બાબતને ભુલી ગયેલ સમાજ ગુરુદ્વારાથી અવગત થાય એટલે અટકો લખી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text