મોરબી : 21મીએ નિઃશુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ

- text


મોરબી : મોરબીના વિનય વદ્યામંદિર ખાતે તારીખ 21ને રવિવારે સવારે 9:00 થી 1:00 દરમિયાન યોજવામાં આવ્યો છે. આ કેમ્પ સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવ્યો છે.

મોરબીના સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા તારીખ 21ને રવિવારે મોરબી તથા માળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે નિઃશુલ્ક સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનું આયોજન સેતુબંધ ફાઉન્ડેશનના ભૂતપૂર્વ ઉપપ્રમુખ સ્વ. મગનભાઈ સંઘાણીની પુણ્ય સ્મૃતિમાં યોજવામાં આવ્યો છે. આ કેમ્પમાં એમ.એસ., એમ.ડી., હાડકા, દાંત, આંખ, કાન, નાક, ગળા, સ્ત્રીરોગ નિષ્ણાંત, બાળરોગ નિષ્ણાંત, ચામડી, ડાયાબિટીસ જેવા રોગોના નિષ્ણાંત ડોક્ટરો ઉપરાંત ફિઝિશિયન પણ સેવા આપશે. આ કેમ્પનો લાભ લેનાર દર્દીની જો કોઈ દવા ચાલુ હોય તો તેની ફાઈલ સાથે રાખવા જણાવાયું છે. આ કેમ્પમાં નામ નોંધવું ફરજીયાત છે. નામ નોંધવા માટે અપૂર્વ કન્સલ્ટન્ટ, રાજધાની કોમ્પ્લેક્સ, નવા બસસ્ટેન્ડ સામે, શનાળા રોડ (9825139992), દામજીભાઇ કાલોલા, પટેલ સેલ્સ એજન્સી, પીપળીયા ચાર રસ્તા (999790713220), સુરેશભાઈ સરડવા (મામા આઈસ્ક્રિમ), પીપળીયા ચાર રસ્તા (9879897836), કે.એલ. સરડવા, વિનય વિદ્યા મંદિર, પીપળીયા ચાર રસ્તા (9979071085) તથા ભાવેશભાઈ સાવરિયા (સરપંચ), તરઘરી (9879529154)નો સંપર્ક કરવા જણાવાયું છે. નામ નોંધવાની છેલ્લી તારીખ 19મી જુલાઈ છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text