મોરબીમાં 16મીએ પૂ. સ્વામી રાજર્ષિમુનિના સાનિધ્યમાં ઉજવાશે ગુરુપૂર્ણિમા મહોત્સવ

 કે.જી. કૂંડારિયા અને રતિલાલ જકાસણીયાના યજમાન પદે ભવ્ય આયોજન : મહોત્સવ દરમિયાન મંત્ર દીક્ષા પણ અપાશે

મોરબી : મોરબીના આંગણે આગામી તા. 16ને મંગળવારના રોજ પૂ. સ્વામી રાજર્ષિમુનિના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ કાર્યક્રમનું કે.જી. કૂંડારિયા અને રતિલાલ જકાસણીયાના યજમાન પદે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ દરમિયાન ભાવિકોને મંત્ર દીક્ષા પણ આપવામાં આવનાર છે.

મોરબીના પ્રતિષ્ઠિત નાગરિક કે.જી. કૂંડારિયા તથા રતિલાલ જકાસણીયાના યજમાન પદે સમય ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, મોરબી- રાજકોટ હાઇવે, ડ્રાઇમલેન્ડ ફનવર્લ્ડ બાજુમાં, વિરપર ખાતે આગામી તા. 16ને મંગળવારે ગુરુપૂર્ણિમા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ લાઈફ મિશનના સાંપ્રત કુલગુરુ સ્વામી રાજર્ષિ મુનિના સાનિધ્યમાં યોજાશે.

ગુરુપૂર્ણિમા મહોત્સવમાં સવારે 8:30 થી 9:30 યજમાન દ્વારા પાદુકા પૂજન, 10 કલાકે પૂ. ગુરુજીનું આગમન ત્યારબાદ દીપ પ્રાગટય, સમૂહ પ્રાર્થના, સ્વાગત પ્રવચન, પૂ. ગુરુજીનું ફુલહારથી સ્વાગત, મહાનુભાવોનું પ્રવચન, પૂ. ગુરુદેવના આશીર્વચન, આભાર દર્શન, પૂ. ગુરુદેવના ચરણ સ્પર્શ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

આ મહોત્સવ દરમિયાન મંત્ર દિક્ષાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમા પધારવા માટે કે.જી. કૂંડારિયા, રતિલાલ જકાસણીયા તેમજ લાઈફ મિશન, કાયાવરોહણ તિર્થ સેવા સમાજ, કૃપાલુ આશ્રમ અને વિજયદર્શન યોગાશ્રમ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.