માળીયા કેનાલમાં પાણી બંધ થવાના મામલે 13 ગામોના ખેડૂતોનો કલેકટર કચેરીએ મોરચો

વાવેતર થયા બાદ અણીના સમયે જ કેનાલમાંથી પાણી બંધ થતાં ખેડૂતો વિફર્યા : કલેકટરને આવેદન આપીને સિંચાઈ પ્રશ્નનો હલ ન આવે તો 16મીએ આંદોલન કરવાની ચીમકી આપી

મોરબી : માળીયા પંથકના નર્મદા નીરના સિંચાઈ આધારિત 13 ગામોમાં વાવેતર થયા બાદ માળીયાની નર્મદા બ્રાન્ચ કેનાલમાંથી છેલ્લા ચાર દિવસથી પાણી આવતું બંધ થતાં આ 13 ગામોના ખેડૂતો વિફર્યા હતા અને આજે માળીયા ખેડૂત હિતરક્ષક સમિતિના નેજા હેઠળ ખેડૂતોએ મોરબી જિલ્લા કલેકટર કચેરીએ મોરચો માંડ્યો હતો અને કલેકટરને આવેદન આપી ટુક સમયમાં મુરજાતી મોલાત માટે નર્મદા કેનાલમાંથી સિંચાઈનું પાણી ન મળે તો 16મો એથી આંદોલન કરવાની ચીમકી આપી છે.

માળીયા તાલુકાના નર્મદા કેનાલ આધારિત સિંચાઈનો લાભ મેળવતા ઘાટીલા, કુંભારીયા, વેણાસર, ચીખલી, સુલતાનપુર, વાધરવા, ખીરઈ સહિતના 13 ગામોમાં હાલ સિંચાઈના પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે.જેમાં માળિયાની નર્મદા બ્રાન્ચ કેનાલમાં છેલ્લા ચાર દિવસથી પાણી બંધ થતાં 13 ગામોના ખેડૂતો રોષે ભરાયા હતા.તેથી આજે માળીયા તાલુકા નર્મદા શાખા નહેર ખેડૂત હિતરક્ષક સમિતિના નેજા હેઠળ 13 ગામોના ખેડૂતો ખીરઇ ગામે એકત્ર થયા બાદ સિંચાઈ પ્રશ્ને મોરબી જિલ્લા કલેકટર કચેરીએ દોડી આવ્યા હતા અને જિલ્લા કલેકટરને આવેદન આપીને સિંચાઈ પ્રશ્ને ભોગવવી પડતી મુશ્કેલીની હૈયાવરાળ ઠાલવી હતી કે,હાલમાં ચોમાસાની સિઝન શરૂ થતાની વરસાદ ખેંચાયો છે.જોકે 13 ગામોના ખેડૂતોને માળીયા બ્રાન્ચ કેનાલમાંથી એક માસથી પાણી મળતું હોવાથી આ પાણીથી ખેડૂતોએ વાવેતર કરી નાખ્યું હતું.પરંતુ પાકને સતત પાણીની જરૂર હોય તે સમયે જ છેલ્લા ચાર દિવસથી કેનલનું પાણી બધ છે.તેથી ખેડૂતોનો પાક મુરજાય રહ્યો છે.

ખેડૂતોએ એવો આક્ષેપ કર્યો હતો કે, સુરેન્દ્રનગર અને હળવદ વિસ્તારના ખેડૂતો કેનાલમાંથી પાણી માળીયા તરફ આવવા દેતા નથી અને પાણીને માળીયા તરફ આવતા અટકાવે છે.આથી પાણી ન મળતા ખેડૂતોની મોલાત મુરજાય રહી છે.નજર સામે જ પાક મુરજાતો હોવાથી ખેડૂતો ચિંતિત થઈ ગયા છે.આથી આ 13 ગામોના ખેડૂતોને આગામી બે દિવસમાં સિંચાઈનું પાણી નહિ મળે તો તા.16 જુલાઈને મંગળવારે સવારે 10 વાગ્યે ખાખરેચી ગામથી રેલી કાઢીને વેણાસર ગામના રોડ પરની માળીયા બ્રાન્ચ કેનાલ પાસે પ્રતીક ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપી છે.જ્યારે આજે ખેડૂતોએ સિંચાઈ પ્રશ્ને કલેકટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર દેખાવો કર્યા હતા.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne