મોરબી : 14મીએ વિવિધ જાતના ફૂલછોડનું રાહત દરે વિતરણ

મોરબી : મોરબીમાં તારીખ 14ને રવિવારે સરદારબાગ પાસે, ડો. ભાડેશિયાનાં દવાખાના સામે, શનાળા રોડ, મોરબી ખાતે સવારે 9:00 થી 1:00 દરમિયાન વિવિધ ફુલછોડ અને લીમડા સાબુનું રાહત દરે વિતરણનું આયોજન કરવામાં આવ્યુ છે.

રાજકોટનાં નવરંગ નેચર ક્લબ તથા મોરબીના મયુર નેચર ક્લબ દ્વારા કેસર કલમી આંબા, લોટણ નાળિયેર, કલમી જામફ, દ્રાક્ષ, મધ, ફુલછોડ જેવા કૈ કાશ્મીરી ગુલાબ, મોગરો, વિદેશી ગુલાબ, ટેબલ પામ, જસ્મીન વગેરે, હાથલા થોરનાં ફીન્ડલાનું શરબત વગેરે જેવી આયુર્વેદિક અને ઓર્ગેનિક વસ્તુઓ રાહત દરે આપવામા આવશે. આ ઉપરાંત બાળકો માટે કબજિયાત દૂર કરવા માટે ગરમાળાની શીંગો વિનામૂલ્યે આપવામા આવશે. આ વિતરણનો લાભ લેવા નવરંગ નેચર ક્લબનાં પ્રમુખ વી.ડી. બાલા (મો.ન. 9427563898)એ અનુરોધ કર્યો છે. વધુ માહીતી માટે જીતુભાઇ ઠક્કર (મો.ન. 9228583743)નો સંપર્ક કરવા જણાવાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne