મોરબી નજીક રાતાભેર ગામે ખનીજચોરોના વાહનો રોકી ગ્રામજનોનો હલ્લાબોલ

- text


પોલીસકર્મીના વાહનો પણ ખનિજ ચોરીમાં ચાલતા હોવાની અટકળો

મોરબી : મોરબી જીલ્લામાં ખનીજચોરીનું દુષણ દિવસેને દિવસે વધી ગયું છે ત્યારે મોરબી નજીક આવેલ હળવદ તાલુકાના રાતભેર ગામ પાસે લોકો દ્વારા જનતા રેડ કરી ખાણીજચોરી કરતા વાહનો રોકી હલ્લા બોલ કરવામાં આવ્યો હતો. જેમાં ગેરકાયદેસર ખનિજ ચોરી કરતા નંબર પ્લેટ વગરના વાહનો બેફામ ચલાવવા સહિતના આરોપ ગ્રામજનોએ લગાવ્યા છે. આ રેડમાં સરપંચ કાલુભા સહિતના ગ્રામજનો હાજર રહ્યા હતા. ગ્રામજનો એ જણાવ્યું હતું કે ખનિજ ચોરી કરતા વાહનોમાં પોલીસ કર્મચારીના ટ્રકો પણ ચાલે છે ત્યારે દૂધનું રખોપુ બિલાડીને સોંપ્યા જેવો ઘાટ સર્જાયો છે. અવાર નવાર માલઢોર તેમજ નાના બાળકોને હડફેટે લીધાના અનેક બનાવ સામે આવ્યા છે જેમાં રાતાભેર ગામ વચ્ચે પસાર થતા ગેરકાયદેસર સફેદ માટી ભરેલા ડમ્પર બંધ નહી થાયતો ગ્રામજનો સાથે ગાંધીનગર ખનીજ વીભાગમા કરીશું. સાથે જ આગામી સમયમાં મોરબી ખાણ ખનિજ વિભાગ દ્વારા પણ કડક કાર્યવાહી કરવામાં ન આવતી હોવાનું સરપંચ અને ગ્રામજનોએ જણાવ્યું છે.

- text

સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ મોરબીમાં ફરજ બજાવતાં પોલીસ કર્મીના ટ્રકો ગેરકાયદેસર ખનિજ ચોરી કરે છે તો કાયદા નું પાલન કરાવનાર અને ખનિજ ચોરી રોકનાર પોલીસ કર્મીઓના જ વાહનો ખનિજચોરીમાં ચાલતા હોવાથી બિલાડીને દૂધનું રખોપુ આપ્યા જેવો ઘાટ સર્જાયો છે. આ પોલીસકર્મી વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવા સંકેતો સાંપડી રહ્યા છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text