વાંકાનેર નજીક રિવોલ્વર અને જીવતા કારતુસ સાથે શખ્સ ઝડપાયો

 

વાંકાનેર : વાંકાનેર નજીક તાલુકા પોલીસે એક શખ્સને રિવોલ્વર અને જીવતા કારતુસ સાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર તાલુકા પોલિસે રંગપર ગામના પાટિયા પાસેથી નવઘણ ભલુભાઈ વિકાણી ઉ.વ. 22ને દેશી બનાવટની રિવોલ્વર કિંમત રૂ. 20 હજાર અને જીવતા કારતુસ નંગ 5 કિંમત રૂ. 500 સાથે પકડી પાડી તેની સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.