મોરબી : સાર્થક વિદ્યામંદિરનો વક્તૃત્વ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ

- text


આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા આયોજિત સ્પર્ધામાં શાળાની વિદ્યાર્થિનીનો તૃતીય ક્રમાંક

મોરબી : મોરબી જિલ્લા કક્ષાએ આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા આયોજિત વકતૃત્વ સ્પર્ધામાં સાર્થક વિદ્યામંદિરની વિદ્યાર્થીની કાવ્યા ડાંગરે તૃતીય ક્રમાંક મેળવીને શાળાનું ગૌરવ વધાર્યું હતું.

- text

તાજેતરમાં આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા ધી વી.સી. ટેક. હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાએ ‘વર્લ્ડ પોપ્યુલેશન ડે’ વિષય પર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સાર્થક વિદ્યામંદિરની તમામ વિદ્યાર્થીનીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. શાળાની વિદ્યાર્થીની કાવ્યા ડાંગરે તૃતીય ક્રમાંક મેળવીને શાળા પરિવારનું ગૌરવ વધાર્યું હતું. જિલ્લા કક્ષાએ યોજાયેલી આ સ્પર્ધામાં ભાગ લેવા તેમજ ક્રમાંક પ્રાપ્ત કરવા બદલ આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્રના સંયોજક એલ.એમ. ભટ્ટ તથા દિપેનભાઈએ અભિનંદન પાઠવ્યા હતા.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text