મોરબી : એલ.ઈ. કોલેજમાં એનર્જી કન્સર્વેશન અવેરનેસ પ્રોગ્રામ યોજાયો

- text


કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

મોરબી : મોરબીની એલ.ઈ. ડિપ્લોમા કોલેજમાં પેટ્રોલિયમ કન્સર્વેશન રિસર્ચ એસોસિયેશન(પીસીઆરએ)ના સહયોગથી વિદ્યાર્થીઓને ઉર્જાનું મહત્વ સમજાવવા માટે ખાસ એનર્જી કન્સર્વેશન અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.મોરબીની એલ.ઈ. ડિપ્લોમા કોલેજ ખાતે ગત તારીખ 8ને સોમવારે પીસીઆરએના સહયોગથી તથા કોલેજના આચાર્ય ડી.બી. વાગડીયાના માર્ગદર્શન હેઠળ ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ સેલ દ્વારા ડિપ્લોમાના વિદ્યાર્થીઓને ઉર્જા સંરક્ષણ, ઉર્જા કાર્યદક્ષતા અને ઉર્જા સ્વાયત્તતાનું મહત્વ સમજાય, એ માટે પ્રેકટીકલ ડેમો સાથે એનર્જી કન્સર્વેશન અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દર્શન એન્જીનીયરીંગ કોલેજના પ્રોફેસર ભાવિન કાનાણી દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે બધા વિદ્યાર્થીઓ અને સ્ટાફગણે ઉર્જા બચતના શપથ લીધા હતા અને વૃક્ષારોપણ કરીને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text