વાંકાનેર : અપશબ્દો બોલવાના મુદે એક જ પરિવારના સભ્યો બાખડયા

- text


વાંકાનેર : વાંકાનેરના તીથવા ગામે અપશબ્દો બોલવાના મુદે એક જ પરિવારના સભ્યો બાખડી પડ્યા હતા.આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા દિલીભાઈ દેવજીભાઈ ઝાલા ઉ.વ.51એ તેમના જ પરિવારના સભ્યો કેશુભાઈ દેવજીભાઈ ઝાલા, શારદાબેન કેશુભાઈ ઝાલા અને આકાશભાઈ દેવજીભાઈ ઝાલા સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી અને આરોપીઓ એક જ કુટુંબના હોય અને આરોપીએ ફરિયાદીની દીકરી વિરુદ્ધ જેમ ફાવે તેમ ગાળો ભાંડતા ફરિયાદીએ આ બાબતે તેમને ઠપકો આપ્યો હતો.આથી ઉશ્કેરાયેલા આરોપીઓ ફરિયાદી તથા સાહેદોને ગાળો આપી બટકું ભરીને ઝપાઝપી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text