વાંકાનેરમા જુગાર રમતા 3 ઝડપાયા : રૂ. 52 હજારની રોકડ કબ્જે

 

વાંકાનેર : વાંકાનેર શહેરમાં જુગાર રમતા 3 શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. આ સાથે તેમની પાસેથી રૂ. 52 હજારની રોકડ કબ્જે કરી સિટી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર સિટી પોલીસે આજે સાંજના અરસામાં પેડક સોસાયટી પાછળ ગાત્રાળ મંદિર જવાના રસ્તે ગઢીયા ડુંગરમાં ગૌ શાળાની સામે બાવળ નીચે જુગાર રમતા પ્રતાપસિંહ ચંદુભા ઝાલા, અજય કાનાભાઈ જેસાણી અને ગોપાલ દેવાભાઇ ગમારાને પકડી પાડ્યા છે. આ સાથે તેઓની પાસેથી રૂ. 52,500ની રોકડ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.