હળવદ : ખેતરમાં ભેલાણ કરવા મામલે થયેલી મારમારીના કેસમાં ત્રણ આરોપીઓને 6 માસની કેદ

- text


વર્ષ 2013માં બનેલા મારીમારીના કેસમાં હળવદ કોર્ટે ચુકાદો આપ્યો

હળવદ : હળવદમાં વર્ષ 2013માં ખેતરમાં માલઢોર ચરાવીને ભેલાણ કરવા મામલે થયેલી મારામારીનો કેસ આજે હળવદની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની ધારદાર દલીલો અને 13 મૌખિક પુરાવા તથા 3 દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈને કોર્ટે ત્રણ આરોપીઓને છ માસની કેદની સજા ફટકારી હતી.

- text

હળવદમાં વર્ષ 2013માં થયેલી આ મારામારીના કેસની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના લીલાપુર ગામે રહેતા પ્રહલાદભાઈ નારાયણભાઈ જાદવ નામના ખેડૂતે ગત તા.18/10/2013ના રોજ હળવદ તાલુકાના બુટવડા ગામે રહેતા મુકેશભાઈ ભલાભાઈ ભરવાડ, મુન્નાભાઈ મુમાભાઈ ભરવાડ અને પુનાભાઈ રમતુભાઈ ભરવાડ સામે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે,આરોપીઓએ ફરિયાદીની ખેતીની જમીનમાં માલઢોર લઈને ભેલાણ કરી નાખ્યું હતું.આ બાબતે બોલાચાલી થતા ઉશ્કેરાયેલા આરોપીએ ફરિયાદીને માર માર્યો હતો.આ મારમારીનો કેસ આજે હળવદની બી.એમ રાજ સાહેબ જ્યૂડી મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એ.પી.મારવણીયાની ધારદાર દલીલો અને ફરિયાદી પક્ષે રજૂ કરાયેલા 13 મૌખિક પુરાવા અને 3 દસ્તાવેજી પુરવાને ધ્યાને લઈને હળવદ કોર્ટે આ કેસમાં ત્રણેય આરોપીઓને દોષિત ઠેરવીને ત્રણેયને છ માસની કેદની સજા ફટકારી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text